Friday, June 5, 2026
HomeGujaratGandhinagarદારૂની બાતમી પોલીસને ફળી, કારકુન પાસેથી દારૂની બોટલ સહિત નકલી કોલ લેટર...

દારૂની બાતમી પોલીસને ફળી, કારકુન પાસેથી દારૂની બોટલ સહિત નકલી કોલ લેટર મળી આવ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતીમાં એક કહેવત છે, બગાસું ખાતા પતાસું મળ્યું, મતલબ એ છે કે એક કામ કરવા જતાં ક્યારેક બે કામ પણ થઈ જતાં હોય છે. પોલીસ સાથે પણ અપવાદરૂપે આવી ઘટનાઓ બનતી રહે છે, ત્યારે ગાંધીનગરમાં (Gandhinagar) દારૂ પકડવા (Liquor Raid) જતાં પોલીસને (Gandhinagar Police) એક કારકુનના ઘરની તિજોરીમાથી ક્લાસ-2 અને ક્લાસ-3ના જુદા-જુદા વિભાગના નકલી કોલ લેટર બનાવવાના એક નવા કૌભાંડની (Fake Call Letter Scam) કડી મળી છે.

મળતી માહીતી મુજબ, સેક્ટર-28માં પ્રકાશચંદ્ર દાતણિયા નામના વ્યક્તિના ઘરમાં દારૂ હોવાની બાતમી સેક્ટર-21 પોલીસ સ્ટેશનને મળતા પોલીસ દ્વારા પ્રકાશચંદ્રના ઘર પર દરોડો પાડવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા ઘરનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રકાશચંદ્રના ઘરમાંથી દારૂની અડધી ભરેલી બોટલ મળી આવી હતી. પણ પોલીસ માટે ચોકાવનારી વાત એ હતી કે, સર્ચ દરમિયાન ઘરની તિજોરીમાથી ક્લાસ-2 અને ક્લાસ-3ના જુદા-જુદા વિભાગના નકલી કોલ લેટર પણ મળી આવ્યા હતા. પ્રકાશચંદ્ર બે વર્ષ અગાઉ રાજ્ય કક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીની ઓફોસમાં કારકુન તરીકેની ફરજ બજાવતો હતો. નકલી કોલ લેટર સાથે સર્વિસ બુક પણ મળી આવી હતી જે પણ નકલી હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -

આરોપીના પિતા ઉદ્યોગ પ્રિન્ટિંગ ભવનમાં પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી વિભાગની કચેરીમાં નોકરી કરે છે. પ્રકાશચંદ્ર નોકરીના હોદ્દા મુજબ રૂપિયા એક લાખથી પાંચ લાખ સુધીની રકમ કોલ લેટર બનાવવા મેળવતો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી આગળની તપાસ કરવા નવ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપી સાથે એજન્ટ જૈમિનની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી વન વિભાગ, પોલીસ અને પ્રવાસન વિભાગના નકલી કોલ લેટર મળી આવ્યા છે. આરોપીના ઘરમાંથી 23 જેટલા લોકોના નામ પર નકલી કોલ લેટર મળી આવ્યા છે. જો કે, નકલી કોલ લેટરમાં નામ ધરાવતી કોઈ વ્યક્તિ સરકારી નોકરી કરતા નથી તેવું પણ જાણવા મળ્યું છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular