Sunday, May 31, 2026
HomeGujaratSuratસુરતમાં સિટી બસચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જતા લોકોએ ચખાડ્યો મેથીપાક

સુરતમાં સિટી બસચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જતા લોકોએ ચખાડ્યો મેથીપાક

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat City Bus Accident: સુરતમાં સિટી બસ ચાલકો અવાર-નવાર વિવાદમાં આવતા હોય છે. સુરતમાં (Surat) સિટી બસ ચાલકો દ્વારા બેફામ ગતિએ બસ ચલાવવી, રોંગ સાઈડમાં બસ દોડાવવી અને ટ્રાફિકના કયાદનું ઉલંઘન કરવા જેવા અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બની ચૂક્યા છે. ત્યારે વધુ એક બસચાલકની ઘોર બેદરકારીની ઘટના સામે આવી છે. સિટી બસ (City Bus) ચાલકે દારૂના નશામાં બસ ચલાવી (Drunk and Drive) કારને ટક્કર મારી હતી અને બસ ખાડીમાં ખાબકી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે આ બસમાં કોઈ પેસેન્જર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. અકસ્માત (Accident) સર્જી ડ્રાઈવર અને કંડકટર ભાગવા જતા લોકોએ તેમને પકડી પડ્યા હતા. લોકોએ ચેક કરતાં બંને દારૂના નશામાં હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ ઉશ્કેરાયેલા લોકોએ બસ ડ્રાઈવર અને કંડકટરને મેથીપાક ચાખડી પોલીસને હવાલે કર્યા હતા. છેલ્લા કેટલાક સમયથી સુરતમાં કોન્ટ્રક્ટ આધરિત સિટી બસની સેવા ચાલી રહી છે. જેના કારણે ડ્રાઈવર્સ કોઈ નીતિ નિયમો વગર બસ ચલાવી રહ્યા છે. હવે નશાની હાલતમાં ડ્યૂટી કરતા કર્મચારી સામે સુરત મનપા (SMC) કોઈ પગલા ભરશે કે કેમ તે જોવું રહ્યું.

બનાવની પ્રાથમિક વિગત મુજબ, સુરત સિટી બસ ગઈકાલે શુક્રવારે રાત્રે 9 વાગ્યાના સમયે ઓલપોડથી બસ ડેપો તરફ જઈ રહી હતી, તે દરમિયાન સિટી બસચાલકે તેની આગળ ચાલી રહેલી કારને ટક્કર મારી હતી અને બસમાં ખાડીમાં ખાબકી હતી. ઘટનાને પગલે રસ્તા પરથી પસાર થતાં લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કારમાં એક બાળકીને ઈજા પહોંચતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અકસ્માત સર્જી બસ ચાલક અને કડંકટરે ભગાવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકોએ તેમને પકડી પડ્યા હતા. બંને દારૂના નશામાં હોવાના પગલે લોકોએ બંનેને મેથી પાક ચખડ્યો હતો. આ મામલે ઓલપોડ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ડ્રાઈવર અને કંડકટર બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

- Advertisement -

સુરતના સિટી બસચાલકો અનેક વખત વિવાદમાં ઘેરાઈ ચુક્યા છે. જોકે આ પ્રકારની ઘટના સામે આવતા હવે લોકોની સુરક્ષા અને સલામતી સામે પણ સવાલો ઉઠ્યા છે. સુરતમાં સિટી બસ કોન્ટ્રકટ પદ્ધતિથી ચાલતી હોવાથી બસ ડ્રાઈવર્સ સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી તેવા સ્થાનિકો આક્ષેપો લગાવી રહ્યા છે. જો તંત્રએ પહેલાથી જ આ પ્રકારના ડ્રાઈવર્સ સામે કડક વલણ રાખ્યું હોત તો આજે આ સ્થિતિ ન ઉદભવી હોત. અવાર-નવાર આવી ઘટનાઓ બનવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular