Sunday, July 19, 2026
HomeInternationalઅમેરિકા-ઈરાન યુદ્ધથી દુનિયાની ચિંતામાં વધારો, ક્રૂડ ઓઈલના ભાવમાં પણ તોતિંગ વધારો

અમેરિકા-ઈરાન યુદ્ધથી દુનિયાની ચિંતામાં વધારો, ક્રૂડ ઓઈલના ભાવમાં પણ તોતિંગ વધારો

- Advertisement -

Heavy conflict between Iran and US: અમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધવિરામ એક જ અઠવાડીયામાં તૂટી જતાં બંને દેશો વચ્ચે સંઘર્ષ વકર્યો છે. બંને દેશો વચ્ચેનો વિવાદ હવે ખૂબ ગંભીર તબક્કે પહોંચી ગયો છે. અમેરિકાએ સતત સાતમી રાત્રે ઈરાનના લશ્કરી ઠેકાણાઓ અને સૈન્ય પુરવઠાના કેન્દ્રો પર ભારે હવાઈ હુમલા (US carried out airstrikes in Iran) કર્યા હતા. શનિવારે ઈરાને વળતા જવાબમાં ખાડી વિસ્તારમાં આવેલા અમેરિકાના સહયોગી દેશો પર મિસાઇલ અને ડ્રોન વડે મોટો હુમલો કર્યો છે. આ ગંભીર સ્થિતિને કારણે હવે સમગ્ર મિડલ ઈસ્ટમાં મોટું યુદ્ધ ફાટી નીકળવાનો ગંભીર ખતરો ઊભો થયો છે. ઈરાને કુવૈત અને બહેરીનમાં કરેલા હુમલાના કારણે કુવૈત એરપોર્ટ ઠપ થઈ ગયું છે અને પાણી પૂરવઠો પણ ખોરવાઈ ગયો છે. મધ્ય પૂર્વમાં યુદ્ધની ભયંકર સ્થિતિના કારણે ક્રૂડના ભાવ 4 ટકા વધી (Huge jump in crude oil prices) ગયા છે. જેને લઈને દુનિયા આખી ચિંતિત થઈ ગઈ છે.

ઈરાનના હુમલાના કારણે કુવૈત ભારે મુશ્કેલીમાં (Kuwait in deep trouble due to Iran attack) મુકાયું છે. ઉપરાછાપરી મિસાઇલ અને ડ્રોન હુમલાના જોખમને પગલે કુવૈત ઈન્ટરનેશનલ ઍરપૉર્ટ પર તમામ કામગીરી તાત્કાલિક ધોરણે સ્થગિત કરી દેવાઈ છે. કુવૈતના એક પાવર જનરેશન અને દરિયાઈ પાણીને મીઠું કરવાના પ્લાન્ટ પર ઈરાને બોમ્બમારો કર્યો છે. છેલ્લાં બે દિવસમાં કુવૈતના વોટર પ્લાન્ટ પર આ બીજો હુમલો છે. આના કારણે પાણી પૂરવઠો ખોરવાઈ ગયો છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, કુવૈતમાં આવેલા અમેરિકાના સૈન્ય સપોર્ટ સેન્ટર ‘કેમ્પ આરિફજાન’ પર હુમલો કર્યો છે અને અલી અલ સાલેમ એર બેઝ પર ફેસિલિટી રડાર તોડી પાડ્યું છે. આ ઉપરાંત, બહેરીનમાં આવેલા શેખ ઇસા એર બેઝ અને ઇન્ટેલિજન્સ ડેટા સેન્ટર પર પણ નિશાન સાધવામાં આવ્યું હતું. બીજી તરફ ઈરાનના દક્ષિણી શહેર જાસ્કમાં પણ અમેરિકન હુમલામાં પાવર ગ્રીડ અને પાણીના પંપ તબાહ થયા છે. જેના કારણે 20 ગામોના અંદાજે 10 હજાર લોકો પાણી વિના ટળવળી રહ્યા છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું છે કે તેઓએ સતત સાતમા દિવસે ઈરાનની સૈન્ય લોજિસ્ટિક્સ, અંડરગ્રાઉન્ડ શસ્ત્ર ભંડાર અને સર્વેલન્સ સાઇટ્સને નિશાન બનાવી છે.

- Advertisement -

અમેરિકાએ ઈરાનના દરિયાઈ છેડે નાકાબંધીની જાહેરાત કરી છે. જ્યારે ઈરાને તેના નિયમોનું ઉલ્લંઘન કરનારા જહાજો પર હુમલા કર્યા છે. મિડલ ઈસ્ટમાં વધતા તણાવના લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 4 ટકાથી વધુનો ઉછાળો (Crude oil prices surge in the international market) આવ્યો છે અને તે ભાવ એક મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular