નવજીવન ન્યૂઝ. સુરત: Surat Video : રાજ્યમાં વાવાઝોડના પગલે વાતાવરણમાં પવનની ગતિ સામાન્ય કરતા વધારે જોવા મળી રહી છે. ત્યારે હવે બિપોરજોય વાવાઝોડા (Cyclone Biparjoy) બાદ સુરતમાં (Surat) પવનના કારણે છત પરથી પાણીની ટાંકી નીચે પટકાઈ (Water Tank Fell) હતી. આ ટાંકી નીચે પટકાઈ ત્યારે રસ્તા પરથી એક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો. જે વ્યક્તિ પણ મસમોટી પાણીની ટાંકી પડતા વ્યક્તિ ટાંકી નીચે દબાઈ ગયો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવતા હાલ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.
મળતી વિગતો અનુસાર સુરતના ભેસ્તાન વિસ્તારમાં આજરોજ ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. આ સમયે રસ્તા પરથી એક વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો. રાહદારીને ખ્યાલ પણ નહીં હોય કે તેના પર આફત બની પાણીની ટાંકી ત્રાટકવાની છે. પરંતુ જ્યારે રાહદારી વ્યક્તિ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જ ભારે પવનના કારણે એક ઈમારતની છત પરથી પાણીની ટાંકી હવામાં ઉડી હતી અને જમીન પર પટકાઈ હતી. આ દરમિયાન રસ્તા પર જઈ રહેલા એક વ્યક્તિ પર આ પાણીની ટાંકી પટકાઈ હતી. પાણીની ટાંકી માથે પટકાતા વ્યક્તિ પાણીની ટાંકી નીચે દબાઈ ગયો હતો.
ઘટના સમયે આસપાસમાં કેટલાક લોકો હાજર હતા તેમણે નજર સમક્ષ આ ઘટના બનતી જોઈ હતી. સાથે જ ઘટના સ્થળની સામે જ એક સીસીટીવી કેમેરા હોઇ તેમાં સમગ્ર ઘટના કેદ થઈ જતા વીડિયો સામે આવ્યો હતો. ઘટના સમયે સ્થળ પર હાજર લોકો તુરંત વ્યક્તિને બચાવવા માટે દોડી ગયા હતા અને ટાંકી ઉંચકી નીચે દબાયેલા વ્યક્તિને બહાર કાઢ્યો હતો. મળતી વિગતો અનુસાર ઘટનામાં પીડિત વ્યક્તિને કોઈ ગંભીર ઈજા નથી પહોંચી પરંતુ વેગ સાથે માથે પટકાયેલી ટાંકીના કારણે સામાન્ય ઈજાઓ પહોંચી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








