નવજીવન ન્યૂઝ. બારડોલી : એસટી બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે એક ગરીબ પૌઢના જીવનનો અંત આવ્યો છે. ઇજાગ્રસ્ત અડધો કલાક સુધી ઘટનાસ્થળ પર જ દર્દથી કણસતો રહ્યો. લોકોએ 108 બોલાવી પણ 108ના કર્મીએ લઈ જવાની ના પાડી અંતે પોલીસના આવ્યા બાદ તેમના કહેવાથી તેને સારવાર માટે લઈ ગયાને રસ્તામાં જ અંતિમ શ્વાસ લીધો.
પ્રાપ્ત માહિતી અનુસાર, બારડોલીના વરાળ ગામે રહેતા જગુભાઈ હળપતિ શુક્રવારે કામ માટે બારડોલી આવ્યા હતા. ઘરે જવા બપોરના સમયે રેલવે બસ સ્ટેશન પર ઊભા હતા. ત્યારે માંડવી જતી એસટી બસમાં આવી હતી તે બસમાં ચઢતી વખતે ડ્રાઇવરે અચાનક બસ ચાલુ કરી દેતાં જગુભાઈ હળપતિના પગ પરથી બસનું ટાયર ફરી જતાં પગ કચડાય ગયો હતો.
આ બનાવના પગલે ઘટના સ્થળે ટોળું એકત્રીત થઈ ગયું હતું. ઇજાગ્રસ્તને સારવાર માટે લોકોએ 108ને ફોન કરીને બોલાવી હતી. જ્યારે 108 ઘટના સ્થળે આવી ત્યારે તેમણે ઇજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જવાની ના પાડી દીધી હતી. ત્યાં હાજર લોકોએ કારણ પૂછતાં કહ્યું 108ના કર્મચારીએ કહ્યું હતું કે દર્દીના કોઈ સબંધી સાથે નથી અને દર્દી પાસે પૈસા પણ નથી. જેથી સરદાર હોસ્પિટલના સંચાલકો આવા દર્દીને લાવવાની ના પાડે છે.
ઘટના સ્થળે પોલીસ આવી પહોંચતા તેમના કહેવાથી ઇજાગ્રસ્તને સારવાર અર્થે સરદાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી તેમને વધુ સારવારની જરૂર હોવાના કારણે સુરત ખેડવા કહ્યું હતું. ઇજાગ્રસ્તને 108માં સુરત લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં જ તેમનું મોત થયું હતું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












