જયંત દાફડા (નવજીવન ન્યૂઝ.રાજકોટ): આપણે અવાર-નવાર સારી અને મોંધીદાટ રેસ્ટોરન્ટમાં જમવા જતાં હોઈએ છે. જે આપણા પૈકીના ઘણા માટે એક સામન્ય વાત હોઇ શકે છે, પરંતુ આવી રેસ્ટોરાંમાં પેટભર જમવું સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોનું સ્વપ્ન હોય છે. બીજીબાજુ કેટલાક ગરીબ બાળકો રેસ્ટોરાંની બહાર લાગેલા વાનગીઓના બેનર જોઈને જ પેટ ભરી લેતા હોય છે. ત્યારે રાજકોટના રહેવાસી રીશી મહેતાએ આવા બાળકોને 5 સ્ટાર હોટેલમાં લાવીને ભોજન કરાવી બાળકનું સ્વપ્ન પૂરું કર્યું હતું.

રાજકોટમાં ગ્રાફિક ડિઝાઇનના વ્યવસાસ કરતાં રીશી મહેતાએ માતાના અવસાન બાદ તેમના નામથી લોકોની મદદ કરવા માટે અને ગરીબ બાળકોના ભણતર માટે જ્યોત ફાઉન્ડેશન શરૂ કરી હતી. રીશી સાથે 150 જેટલા તેમના મિત્રો અને પરિવારજનો જોડાયા હતા. જે જરૂરિયાતમંદ લોકોને સારવાર ખર્ચ, બાળકોના ભણતર ખર્ચ પૂરા પાડીને મદદરૂપ થાય છે.

જ્યોત ફાઉન્ડેશન દ્વારા રાજકોટમાં આવેલી 5 સ્ટાર ઇમ્પિરિયલ પેલેસ હોટલમાં સ્લમ વિસ્તારના અંદાજિત 50 જેટલા બાળકોને લઈને ભોજન કરાવ્યુ હતું. જો કે અગાઉ પણ શહેરના અલગ-અલગ વિસ્તારના બાળકોને વિવિધ રેસ્ટોરાંમાં લઈ જઈને ભોજનનો આનંદ બાળકોને કરવ્યા છે. ઉપરાંત સ્લમ વિસ્તારોમાં પણ ભોજન લઈ જઈને બાળકોને જમાડે છે.
જ્યોત ફાઉન્ડેશનના ફાઉન્ડર રીશી મહેતાએ નવજીવન સાથેની વાતચિતમાં જણાવ્યુ હતું કે, ગઈકાલે બે ત્રણ સ્લમવિસ્તારના 50 જેટલા બાળકોને હોટેલમાં જમવા માટે લઈ ગયા હતા. આ બાળકો પણ બહારની દુનિયા જોઈ તેનો આનંદ લે તે માટેનો પ્રયાસ હોય છે. આપણને પણ ઘણા શોખ હોય છે ક્યારેક સક્ષમ ન હોઈએ તો શોખ મારવા પડે છે. પરંતુ આ બાળકોને ડગલેને પગલે શોખ મારવા પડે છે. આવી જગ્યાએ બાળકોને લઈ જઈને તેમને સમજાવીએ છે કે આ પ્રકારનું જીવન જીવવું હોય તો ભણતર અને મહેનત કરીને પૈસા કમાવવા પડે. આ પ્રકારની પ્રવૃતિ બાળકોના મોઢા પર એક સ્મિત લાવવા માટે કરું છું. અમે અગાઉ પણ મેકડોનાલ્ડસ જેવી અલગ-અલગ જગ્યાએ પણ બાળકોને લઈને જમવા ગયા હતા.

વધુમાં જણાવતા કહ્યું કે અમે ફૂડ પેકેટ તૈયાર કરીને સ્લમ વિસ્તારમાં જઈને બાળકોને જમાડીએ છે. તે ઉપરાંત મહામારી સમયે પોતાના વતન જતાં શ્રમિકો ભૂખ્યા ન રહે તે માટે ફૂટ પેકેટના વિતરણ કરતાં હતા. શહેરમાં મહામારીમાં બીજી લહેર વખતે પોઝિટિવ દર્દીઓ માટે ફ્રીમાં ટિફિન સેવા શરૂ કરી હતી. અમારા ફાઉન્ડેશનના માણસો તેવા દર્દીના ઘરે જઈને જમવાનું આપવાનું કામ કરતાં હતા. આ શિયાળા દરિયાન ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોને ઠંડીમાં રક્ષણ મળી રહે તે માટે 300 જેટલા ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












