Rahul Gandhi on Amit Shah: લોકસભા (Lok Sabha)માં પોતાની વાત પૂર્ણ રીતે રજૂ કરવાની તક ન મળ્યાનો દાવો કર્યા બાદ કોંગ્રેસ (Congress)ના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ જાહેર પ્રેસ કોન્ફરન્સ અને લાઇવ વીડિયો દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ બળપ્રયોગ માટે અમિત શાહને જવાબદાર ગણાવતાં તેમના રાજીનામાની પણ માંગ કરી હતી.
તેમણે આ વીડિયોમાં કહ્યું કે, આ જ એ વ્યક્તિ છે જેમણે તમને શૂટ કર્યા જેમણે તમને માર્યા. તેઓ આવું બોલવા પાછળનું કારણ એવું જણાવી રહ્યા છે કે પોલીસ અને અન્ય ફોર્સિસ અમિત શાહ પાસે છે. તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી છે. આ તમામ બાબતોમાં બે કારણ છે. એક કે અમિત શાહે શૂટ કરવા, માર મારવા વગેરેનો આદેશ કર્યો છે. કે પછી એવું બને કે તેઓ આ આખી ઘટના અંગે જાણતા નથી. આ બંને સ્થિતિમાં તેઓ જવાબદાર છે.
તેમણે કહ્યું કે, મને પાર્લામેન્ટમાં બોલવા ના દીધો, તેમણે મને કહ્યું કે તમે માફી માગો હું તમારી માફી માગવાનો થતો નથી. મારા માટે એટલે આ પત્રકાર પરિષદ કરવાની થઈ છે. મારા માટે ખરેખર બોલવા માટેનું મંચ લોકસભા છે આ નથી પણ મને ત્યાં બોલવા દેવાયો નહીં.
તેમણે કહ્યું કે, જો ગોળી ચલાવવાની વાત આવે, કે પેલેટ ગનનો ઓર્ડર હોય તો તેનો ઉપયોગ હોમ મિનિસ્ટર અને પ્રધાનમંત્રી જ છેલ્લો કોલ હોય. અમે પણ સરકારો ચલાવેલી છે. યુવાનોને મારવાનો, લાઠીચાર્જનો, પેલેટ ગનનો ઓર્ડર યા તો તેમણે આપ્યો છે અથવા તેઓ આ અંગે બીલકુલ અજાણ છે. બંને સંભાવનાઓમાં તેમને રાજીનામુ આપું જોઈએ. આજે તેઓ લોકસભામાં ઘૂસી ના શક્યા કારણ કે તેઓ ગીલ્ટી છે. તેથી હું કહું છું કે તેમને જવાનું છે.
તેમણે કહ્યું કે, આ દમનની કાર્યવાહી દિલ્હી પોલીસે કરી તે કોને રિપોર્ટ કરે છે, MHA ને, દિલ્હી પોલીસ સાથે RAF ને રિપોર્ટ કરે છે. મેં તેમને પત્ર લખીને પુછ્યું હતું કે, શું તમે પેલેટ ગનના ઉપયોગને પરવાનગી આપી હતી? હા કે ના, શું જે વર્દી વગરના લોકો જે લાઠીઓથી યુવાનોને મારે છે તે પોલીસવાળા છે? ચીઠ્ઠીનો કોઈ જવાબ ના આવ્યો. મારું કહેવું છે કે સ્ટુડન્ટ્સને ન્યાય તો મળશે જ આજે નહીં તો કાલે…
મારી માગ છે કે અમિત શાહનું સરકાર રાજીનામુ લે. તેમણે આ પછી પત્રકારોના સવાલોના જવાબ પણ આપ્યા હતા. તેમણે તેમને શું કહ્યું તે તમામ બાબતો અહીં વીડિયો જોઈને જાણો.








