Wednesday, July 29, 2026
HomeNational"અમિત શાહે વિદ્યાર્થીઓને શૂટ કરવાનો આદેશ કર્યો": રાહુલ ગાંધીનો આરોપ, અધ્યક્ષે માંગ્યો...

“અમિત શાહે વિદ્યાર્થીઓને શૂટ કરવાનો આદેશ કર્યો”: રાહુલ ગાંધીનો આરોપ, અધ્યક્ષે માંગ્યો પુરાવો

- Advertisement -

Anti Paper Leak Bill Lok Sabha: લોકસભા (Lok Sabha)માં એન્ટી પેપર લીક બિલ (Anti Paper Leak Bill) પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ના નિવેદનને લઈને ભારે હોબાળો થયો હતો. ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અંગે કરેલા દાવા અને “ઇડિયટ” તથા “અંધભક્ત” જેવા શબ્દોના ઉપયોગને લઈને સત્તાપક્ષે કડક વાંધો ઉઠાવ્યો હતો.

ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ પ્રશ્ન કર્યો કે ગૃહમંત્રી સદનમાં કેમ હાજર નથી અને તેઓ કેમ ડરે છે. તેમણે આરોપ લગાવ્યો કે ગૃહમંત્રીએ વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો અને વિદ્યાર્થીઓ સામે બળપ્રયોગને મંજૂરી આપી હતી.

- Advertisement -

આ નિવેદન બાદ સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂ (Kiren Rijiju)એ દરમિયાનગીરી કરીને કહ્યું કે આવા ગંભીર આરોપો કોઈ પુરાવા વિના સદનમાં મૂકી શકાય નહીં અને આ નિવેદનને કાર્યવાહીમાંથી દૂર કરવું જોઈએ.

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા (Om Birla)એ પણ રાહુલ ગાંધીને જણાવ્યું કે તેઓ પોતાના દાવાના સમર્થનમાં પુરાવા રજૂ કરે. તેમણે કહ્યું કે સદનની બહાર નિવેદન આપવું અને સદનની અંદર બોલવામાં તફાવત હોય છે અને પુરાવા વિના આવા આરોપો સદનમાં રજૂ કરી શકાય નહીં.

ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ એક વિદ્યાર્થીની સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે વિદ્યાર્થીઓ સત્ય સાથે ઉભા રહે છે, જ્યારે કેટલાક લોકોને પોતાની છબી ઉભી કરવાની જરૂર પડે છે. આ સંદર્ભમાં તેમણે અનેક વખત “ઇડિયટ” અને “અંધભક્ત” જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

- Advertisement -

રાહુલ ગાંધીએ કહ્યું કે ત્રણ પ્રકારના લોકો હોય છે – પ્રથમ વિદ્યાર્થીઓ, બીજા “ઇડિયટ” અને ત્રીજા એવા “અંધભક્ત”, જે તે વ્યક્તિનું અનુસરણ કરે છે.

રાહુલ ગાંધી દ્વારા વારંવાર “ઇડિયટ” શબ્દના ઉપયોગ પર કિરેન રિજિજૂએ વાંધો ઉઠાવતા તેને અસંસદીય ભાષા (Unparliamentary Language) ગણાવી હતી. તેમણે કહ્યું કે આવા શબ્દોનો ઉપયોગ લોકસભામાં યોગ્ય નથી અને નિયમોની જાણ હોવી જોઈએ.

રાહુલ ગાંધીએ જવાબ આપતાં કહ્યું કે તેઓ કોઈ ચોક્કસ વ્યક્તિ માટે આ શબ્દોનો ઉપયોગ કરી રહ્યા નથી. તેમણે એમ પણ કહ્યું કે જો આ શબ્દ પર વાંધો હોય તો તેઓ તેના બદલે અન્ય શબ્દ વાપરી શકે છે.

- Advertisement -

આ દરમિયાન અધ્યક્ષ ઓમ બિરલાએ રાહુલ ગાંધીને અટકાવીને જણાવ્યું કે અસંસદીય શબ્દોને કાર્યવાહીમાંથી દૂર કરવામાં આવશે અને તેઓ વિધેયક પર જ ચર્ચા કરે.

વિવાદ વધતા રક્ષામંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)એ પણ અધ્યક્ષને વિનંતી કરી કે રાહુલ ગાંધી દ્વારા ઉપયોગમાં લેવાયેલા અસંસદીય શબ્દોને કાર્યવાહીમાંથી દૂર કરવામાં આવે. ત્યારબાદ અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે સંબંધિત શબ્દોને સદનની કાર્યવાહીમાંથી દૂર કરવામાં આવ્યા છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular