Wednesday, February 18, 2026
HomeGujaratSuratસુરતમાં દારૂ પીધેલા કાર ચાલકે યુવકને બે કિલોમીટર સુધી ઢસડ્યો, પોલીસે પકડ્યા...

સુરતમાં દારૂ પીધેલા કાર ચાલકે યુવકને બે કિલોમીટર સુધી ઢસડ્યો, પોલીસે પકડ્યા બાદ દારૂબંધીની વાતો કરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતના (Surat) પાલ વિસ્તારમાં મોટી અકસ્માતની ઘટના બની છે. જેમાં બે કાર વચ્ચે અકસ્માત (Car Accident) સર્જાતા માથકૂટ થઈ હતી. એક કારચાલકે દારૂ પીધેલો હોવાથી ટોળાની બીકે ભાગવા જતા ફરિયાદીને કારના બોનેટ પર બે કિલોમીટર સુધી ઢસડીને લઈ ગયો હતો. જો ફરિયાદીનું બેલન્સ બગડ્યું હોત તો તેને ગંભીર ઈજા કે પછી મૃત્યુ પણ થઈ શકતું હતું. આ સમ્રગ મામલે ફરિયાદીએ પાલ પોલીસ સ્ટેશન (Pal police station) ખાતે ફરિયાદ નોંધવતા પોલીસે ફરિયાદ નોંધી ગણતરીના કલાકમાં કારચાલક નબીરાની ધરપકડ કરી હતી. જેમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ દારૂ પીધેલો હતો. જે મામલે પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ સહિતની અલગ-અલગ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મધરાત્રિએ 1 વાગ્યાના અરસામાં પાલ અડાજણ વિસ્તાર ખાતે બે કાર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. જેમાં બંને કારચાલક વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા બબાલ થઈ હતી. બૂમાબૂમ થતાં આસપાસના લોકો પણ ઉમટી પડ્યા હતા અને આરોપી દારૂ પીધેલી હાલતમાં હોવાથી તે ટોળાનો જમાવડો થવાની બીકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તેની કાર સામે ઉભેલા ફરિયાદીને બોનેટ પર 2 કિલોમીટર સુધી ઢસડ્યો હતો. જે સમ્રગ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે આ ઘટનામાં ફરિયાદીનો આબાદ બચાવ થયો હતો. જેને લઈ ફરિયાદીએ સમ્રગ મામલે પાલ પોલીસ સ્ટેશન ખાતે કારચાલક વિરુદ્ઘ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ફરિયાદ અને વાયરલ થયેલા વિડીયોના અધારે તપાસ હાથધરી હતી.

- Advertisement -

પોલીસે ગણતરીના કલામાં આરોપી દેવ ડેર નામના કારચલાકની ધરપકડ કરી છે. જેમાં પોલીસની સઘન પૂછપરછમાં તેણે દારૂ પીને ડ્રાઈવ કરતો હોવાની કબૂલાત કરી છે. આ મામલે પોલીસે આરોપી સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ સહિત અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. આરોપી મિડિયા સાથેની વાતચીતમાં પણ દારૂ પીધો હોવાની વાત કરી છે. જેમાં તેણે ત્રણ પેક પીધા હોવાનું કબૂલ્યું છે. ત્યાર બાદ પોતે દારૂબંધીની વાતો કરી શેખી મારતો જોવા મળ્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયા સુરતના કાપોદ્રા વિસ્તામાં એક કારચાલકે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરી 5 લોકોને પોતાની કારથી ટક્કર મારી હતી. જે મામલે પોલીસે કાર્યવાહી પણ કરી હતી. છતાં નબીરાઓ સુધરી રહ્યા નથી. પોલીસને ગણકારતા જ ન હોય તેવી રીતે બેફામ નિયમોનો ભંગ કરતા નજરે પડી રહ્યા છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular