Sunday, May 24, 2026
HomeBusinessસોનાના ભાવ ૨૦૦૦ ડોલરથી દર વખતે પાછા કેમ ફરી જાય છે?

સોનાના ભાવ ૨૦૦૦ ડોલરથી દર વખતે પાછા કેમ ફરી જાય છે?

- Advertisement -

સોનાના ભાવ મંદીના ટોને અથડાયા કરશે
સંસ્થાગત રોકાણકારો પણ બજારથી અળગા થઇ ગયા

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): સોનાના ભાવ ૨૦૦૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામની નજીક પહોંચતા જ આખા જગતની વાસ્તવિક માંગના આંતરપ્રવાહો બદલાઈ જતા હોવાથી, ભાવ ચોક્કસ લેવાલથી પાછા ફરી જાય છે. સોમવારે એક તબક્કે ભાવ ૧૯૩૩ ડોલરના તળિયે ગયા ને મંગળવારે ૧૯૬૮ ડોલર મુકાયા. તાજેતરના સમયમાં જ્યારે જ્યારે જાગતિક અર્થતંત્રોમાં કોઈ સમસ્યા સર્જાય કે રાજકીય અસ્થિરતા ઊભી થાય ત્યારે ત્યારે આખા વિશ્વમાં સોનાના ભાવમાં ઉથલપાથલ સર્જાવા લાગે છે. દરેક વખતે સોનું ૨૦૦૦ ડોલરની ઉપર ગયું છે અને ત્યાંથી તુરંત પાછું ફર્યું છે. આ સપ્તાહે સોનાના ભાવ મંદીના ટોને અથડાયા કરશે. ગત સપ્તાહે સોનાએ છ સપ્તાહનો સૌથી ગંભીર ઘટાડો જોયો હતો.

રોકાણકારો પૂછી રહ્યા છે કે શું આ ફુગાવાનું હેજિંગ (સલામતી) છે? તો શું સોનાને જોખમી અસ્ક્યામત ગણવી જોઈએ? હાલમાં સોનાના ફંડામેનટલ્સ મજબૂત નથી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના કહેવા મુજબ જગતની સેન્ટ્રલ બેન્કોએ આ વર્ષના બીજા ત્રિમાસિકમાં સોનાની ખરીદી ગતવર્ષના સમાન સમયગાળાની ૧૫૮.૬ ટન કરતાં ઓછી ૧૦૨.૯ ટન કરી હતી. ૨૦૨૩ના પ્રથમ છમાસિકમાં તેમની ખરીદી ૩૮૬.૯ ટન થઈ હતી. આ ખરીદી ૨૦૦૦ ડોલર આસપાસના ભાવે કોઈ પણ વર્ષના જાન્યુઆરીથી જૂન સમયગાળા કરતાં વધુ હતી.

- Advertisement -

આખા વિશ્વનું ધ્યાન અત્યારે તો અમેરિકન ફુગાવા ઉપર કેન્દ્રિત થયું છે જે આ સપ્તાહે રજૂ થનાર છે. આગામી અમેરિકન ફેડરલ રિઝર્વની મિટિંગમાં સપ્ટેમ્બર વ્યાજ વૃધ્ધિ સંદર્ભે અનિશ્ચિતતા પ્રવર્તતી હોવાથી, રોકાણકારો પણ પોતપોતાની રીતે ફુગાવાને ધ્યાનમાં રાખીને વ્યાજદર વૃધ્ધિની આગાહીને પોતાની રીતે એડજસ્ટ કરી રહ્યા છે. ૨૦૨૨ના સપ્ટેમ્બરથી મેના આરંભ સુધીમાં સોનાએ ૨૬.૩ ટકાની વૃધ્ધિ સાથે ભાવ ૨૦૫૦ ડોલરની ઊંચાઈ જોઈ હતી, ભાવ ઓગસ્ટ ૨૦૨૨ના ઓલ ટાઈમ હાઇ ૨૦૬૨ ડોલરની નજીક પહોંચી ગયો હતો. જો કે હવે ફરી આ ઊંચાઈ મેળવવા બાબતે રોકાણકારોમાં મતમતાંતર પ્રવર્તે છે.

વિશ્વના જાણીતા ગોલ્ડ ઇટીએફમાં રોકાણકારોનું હોલ્ડિંગ ૩ ઓગસ્ટ સુધી સતત ૯ દિવસ ઘટ્યું હતું. જો અમેરિકન બોન્ડના યીલ્ડમાં ઊંચનીચ થાય તો તે સોનાના ભાવને અસર કરશે, અને શક્ય છે કે નજીકના ભવિષ્યમાં તે ઊંચે જવા માટેનો સંઘર્ષ આદરે. આગેવાન સેન્ટ્રલ બેન્કો તેની ભાવિ નાણાનીતિ વિષયક નિર્ણય લેવા ડેટા આધાર અપનાવશે તો, અમેરિકન ડોલર ઇંડેક્સ બહુ બધો ઘટી જવાની સંભાવના પણ ઘટી જશે.

ભારત અને ચીન એ જવેલરીના મોટા ખરીદાર દેશો છે, આ દેશના વેપારી અને ગ્રાહકો ખુબજ ભાવ સંવેદનશીલ નીતિ અપનાવતા હોય છે. આથી જો તમે ભાવના લેવાલની વધઘટ માટે આ પ્રકારની સ્થિતિ સાથે સરખાવશો તો, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સ્ટ્રેટેજિસ્ટ કહે છે કે આ પ્રકારના ગ્રાહકો ખરીદથી દૂર થઈ જશે, અને રોકાણકારો પણ લાંબાગાળા સુધી ગોદડું ઓઢીને પોઢી ગયેલા જોશો. આથીજ બજરમાં અત્યારે તમને ગ્રાહકો, હોલ્ડ ઓન પોઝિશનમાં જોવા મળશે.

- Advertisement -

માર્ચમાં બેન્કિંગ કટોકટી સામે આવી ત્યાર પછીથી ગ્રાહક વિનાની બજારમાં નિરાંત જોવા મળશે અને ભાવની રેન્જ ૧૮૫૦થી ૧૯૫૦ ડોલર આસપાસની જોવા મળશે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ કહે છે કે આ જ કારણ છે, સંસ્થાગત રોકાણકારો પણ અત્યારે બજારથી અળગા થઇ ગયા છે. રેન્જબાઉન્ડ ભાવ સ્થિતિમાં અત્યારે લાંબા સમયથી માત્ર સેન્ટ્રલ બેન્કો જ બજારમાં સમયાંતરે ખરીદી કરતી જોવા મળે છે.

અમેરિકાના રોજગારી આંકડા પ્રોત્સાહક રહેતા ૬ કારન્સી બાસ્કેટનો ડોલર ઇંડેક્સ સતત ત્રણ સપ્તાહથી વધી રહ્યો છે, ગત સપ્તાહે તેમાં ૧ ટકાની વૃધ્ધિ થઈ હતી. અલબત્ત, બિનકૃષિ રોજગારીના આંકડા અપેક્ષાકૃત ઊંચા આવશે એવી હવા હતી. પણ તેણે મિશ્ર પ્રત્યાઘાત આપ્યા હતા. અમેરિકન બેરોજગારી દર અને વધારાની રોજગારી પ્રમાણમાં ઓછા વધ્યા હતા. આને લીધે ડોલરમાં નફા બુકિંગ આવ્યું હતું, પરિણામે નીચા ભાવે સોનામાં સપોર્ટ જોવા મળ્યો હતો.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular