Saturday, April 25, 2026
HomeGeneralસુરતઃ પહેલો બોમ્બ રેડિયો સમજી યુવાન ઘરે લઈ ગયો હતો

સુરતઃ પહેલો બોમ્બ રેડિયો સમજી યુવાન ઘરે લઈ ગયો હતો

- Advertisement -

હરેશ ભટ્ટ (નવજીવન ન્યૂઝ.સુરત): ચૌદ- ચૌદ વર્ષની કાનૂની લડાઈના અંતે જ્યારે આજે બોમ્બ બ્લાસ્ટનો ચૂકાદો જાહેર થયો છે ત્યારે સુરતમાં કેવી કેવી ઘટના બની હતી તેનો આછેરો ખ્યાલ વાચકો માટે અત્રે પ્રસ્તુત છે.
સુરતમાં સૌથી પહેલો બોમ્બ ઉમરા પોલીસ મથકની હદમાં સિટી લાઇટ રોડ પરથી મળ્યો હતો. આ બોમ્બનું પેકિંગ એવી રીતે કરવામાં આવ્યું હતું કે બાહ્ય નજરે રેડિયો જ લાગે. જોકે તેમાં છરા, ખિલ્લીઓ અને કાચના ટુકડા પણ મુકાયા હતા જેથી બ્લાસ્ટ થાય ત્યારે વધુને વધુ લોકોને હાની પહોંચી શકે. એક સફાઈ કામદાર યુવાન ત્યાંથી પસાર થતો હતો તેને લાગ્યું કે આ રેડિયો છે. જેથી તે પોતાના ઘરે લઈ ગયો હતો. પછીથી ખ્યાલ આવ્યો કે આ રેડિયો નહીં પણ અન્ય વસ્તુ છે. જેથી તે પુનઃ ત્યાં મૂકી ગયો હતો. જે ઉમરા પોલીસના હાથમાં આવ્યો હતો.



- Advertisement -

ચિપની ખામીના કારણે બોમ્બ ફૂટ્યા ન હતા

સુરતમાં 29 બોમ્બ પ્લાન્ટ કરાયા હતા. જો તમામ બોમ્બ ફૂટ્યા હોત તો સુરતની ખાનાખરાબી આખા ભારતમાં સૌથી વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. તેવા સંજોગોમાં એક પણ બોમ્બ ફૂટ્યો નહીં અને ભગવાનની દયાથી સુરત બચી ગયું. ત્યારે સવાલ એ ઉદ્ભવે છે કે આતંકવાદીઓએ પ્લાન્ટ કરેલા 29 બોમ્બમાંથી એક પણ બોમ્બ ફૂટ્યો કેમ નહીં? આ મુદ્દે પોલીસની તપાસમાં એવી હકીકત સપાટી પર આવી હતી કે બેટરી સાથે મેચ થવામાં ચિપ નિષ્ફળ નીવડી હતી. પરિણામે બોમ્બ ફૂટ્યા ન હતા.

તપાસના આરંભે સરવૈયાને અંતે પણ સરવૈયા

- Advertisement -

જ્યારે સુરતમાંથી 29 જીવતા બોમ્બ મળ્યા ત્યારે આર.આર. સરવૈયા ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. જે આ બોમ્બની તપાસ ટીમના એક સભ્ય હતા. ત્યાર પછી આ તપાસ એક પછી એક એમ કુલ 8 અધિકારીઓ પાસેથી પસાર થઈ ગઈ. હવે જ્યારે ચૂકાદાનો સમય આવ્યો ત્યારે તપાસનીશ અધિકારી તરીકે સરવૈયા જ છે. કારણ કે આ તપાસ ક્રાઇમ બ્રાન્ચના એસીપીને સોંપવામાં આવી હતી અને હાલમાં આર.આર. સરવૈયા ક્રાઇમ બ્રાન્ચમાં મદદનીશ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. એટલે કે તપાસના આરંભ વખતે પણ સરવૈયા હતા અને અંત વખતે પણ સરવૈયા તપાસનીશ અધિકારી તરીકે રહ્યા હતા.



સુરતના તન્વીરે સ્થાનિક ગુનેગાર તરીકે કામ કર્યું હતું

- Advertisement -

29 જેટલા જીવતા બોમ્બ મળતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર પી.એમ. પરમારના નૈતૃત્ત્વમાં કાર્યરત થઈ ચૂકી હતી. જેમાં એવો ખ્યાલ આવ્યો કે સુરતના તન્વીરે આતંકવાદીઓને સ્થાનિક કક્ષાએ મદદ કરી છે. જેથી પોલીસે તન્વીરને પકડવાની ગતિવિધ તેજ કરી હતી. તે પકડાયા બાદ સમગ્ર આતંકવાદી કૃત્યનો પર્દાફાશ થયો હતો. તન્વીર એસી રિપેરિંગનું કમ કરતો હતો. જેથી તેણે બોમ્બ ગોઠવવામાં પહેલેથી છેલ્લે સુધી ભૂમિકા ભજવી હતી.

સાજિદ મન્સૂરી સ્થાનિક કક્ષાએ સૂત્રધાર

આ કેસમાં ભરૂચની લુકમાન પાર્ક સોસાયટીમાં સાજિદ મન્સૂરી પકડાયો હતો. ભરૂચના તત્કાલીન એસપી સુભાષ ત્રિવેદી અને તેમની ટીમે સાજિદને પકડી પાડ્યો હતો. જે એક સમયે સુરતમાં રહેતો હતો. 2001ના વર્ષમાં સુરતમાં પ્રતિબંધિત સંગઠન સીમીનું સંમેલન યોજાયું તેમાં પણ સાજિદ મન્સૂરીની ભૂમિકા હતી. જે કેસમાં તે વોન્ટેડ હતો. જે સુરત અને અમદાવાદના બોમ્બકાંડનો સ્થાનિક કક્ષાએ સૂત્રધાર હોવાનું પોલીસની તપાસમાં ફલિત થયું હતું.



થેંક્સ ટુ આશિષ ભાટિયા…

એક તરફ દેશભરમાં એક પછી એક રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટ થઈ રહ્યા હતા. દેશભરની પોલીસ આતંકવાદીઓને શોધી રહી હતી. કોઈ જગ્યાએ સફળતા પ્રાપ્ત થતી ન હતી. પોલીસ આતંકવાદી સુધી પહોંચે એ પૂર્વે તો અન્ય સ્થળે બોમ્બ બ્લાસ્ટ થઈ ચૂક્યો હોય તેવી સ્થિતિ હતી. બરાબર એ સમયે અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ થયા અને સુરતમાં બોમ્બ ગોઠવાયા તે ઘટના બની. તે વખતે આશિષ ભાટિયા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. જેમણે તપાસનું સૂકાન સંભાળ્યું. ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમના ગુનાનો ભેદ ઉકેલવામાં માસ્ટર ગણાતા આશિષ ભાટિયાએ સાજિદ મન્સૂરી ભરૂચની લુકમાન પાર્ક સોસાયટીમાં હોવાનું શોધી કાઢ્યું હતું. જેના કારણે આતંકવાદી સંગઠનનો પર્દાફાશ થયો. એ સાથે જ દેશનાં અન્ય રાજ્યોમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાંથી કેટલાક ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો હતો. હવે જ્યારે ચૂકાદો આવ્યો છે ત્યારે હાલ ડીજીપી તરીકે ફરજ બજાવનારા આશિષ ભાટિયાની મહેનત લેખે લાગી હોવાની લાગણી વ્યક્ત કરી શકાય.

સુરતમાં ટાર્ગેટ પર હતા સૌરાષ્ટ્રીયન

સુરતમાંથી 29 જીવતા બોમ્બ મળ્યા તેનાં સ્થળો જોતાં એવું લાગી રહ્યું છે કે આતંકવાદીઓના ટાર્ગેટ પર સૌરાષ્ટ્રના લોકો હતા. કુલ 29માંથી 28 બોમ્બ સૌરાષ્ટ્રના લોકોની અવરજવાર જ્યાં મોટી સંખ્યામાં હતી તે જગ્યાએ પ્લાન્ટ કરાયા હતા. જેમાં વરાછા મેઇન રોડ પર મિનિ બજારના પુલ પર હોર્ડિંગ્સની પાછળ એક સાથે 6 બોમ્બ ગોઠવાયા હતા. આ એ સ્થળ છે જ્યાં…




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular