AMC appeals to use portal for rainwater problem : અમદાવાદમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા પરંપરા જેવી છે. આ વર્ષે અચાનક ભારે માત્રામાં ખાબકેલા વરસાદના કારણે લગભગ આખું અમદાવાદ જળબંબાકાર થઈ ગયું હતું. વરસાદી પાણીની સમસ્યાનો હલ લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટેક્નોલૉજીનો સહારો લીધો છે. AMC અને IIT Gandhinagar દ્વારા “Rain2Resilience” પ્રોજેક્ટ અંતર્ગત સિટિઝન ફ્લડ રિપોર્ટિંગ પોર્ટલ (Citizen Flood Reporting Portal) શરૂ કરવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આટલા મોટા શહેરના કયા વિસ્તારમાં અને કેટલું પાણી ભરાયું છે તેની જાણકારી મેળવવા હવે નાગરિકોની મદદ મેળવવા પહેલ કરી છે. વરસાદ દરમિયાન અમદાવાદઓ મોબાઇલ ફોનથી પાણી ભરાવાની જગ્યાનું લોકેશન મેપ પર પિન કરી જરૂરી વિગતો મોકલી શકશે. આ માહિતી સીધી AMC સુધી પહોંચશે. જેથી પાણી ભરાયેલા વિસ્તારોની ઝડપી ઓળખ, રાહત કામગીરી અને Flood Early Warning System વધુ અસરકારક બનાવી શકાશે તેવી તંત્રને આશા છે. AMC દ્વારા નાગરિકોને ચોમાસા દરમિયાન પોર્ટલનો ઉપયોગ કરી અમદાવાદને પાણી ભરાવામુક્ત બનાવવા સહયોગ આપવા અપીલ કરી છે. પોર્ટલ લિંક નીચે છે.
પોર્ટલ લિંક: https://dev-crowd.airesqclimsols.com/








