નવજીવન ન્યૂઝ.લિસ્બનઃ દુનિયાના સર્વશ્રેષ્ઠ ફુટબોલર્સમાં સમાવિષ્ટ પોર્ટુગલ (Portugal)ના નામી ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo)એ ઘણા મુકામો હાંસલ કર્યા છે. હાલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ફોલોઅર્સની સંખ્યા 400 મિલિયન પાર થઈ ગઈ છે. સોશિયલ નેટવર્કિંગ એપ ઈંસ્ટાગ્રામ પર લોકોનો તેને ભરપુર પ્રેમ મળી રહ્યો છે. તે આ ઉપલબ્ધી હાંસલ કરનાર દુનિયાનો પહેલો વ્યક્તિ છે. તે પહેલા મેન્ચેસ્ટર યુનાઈટેડના સ્ટાર ફુટબોલરે ગત વર્ષે જાન્યુઆરીમાં 200 મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચવાનું સિદ્ધ કરી બતાવ્યું હતું.
તમને જણાવી દઈએ કે રોનાલ્ડો પછી ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા ટીવી સ્ટાર કાઈલી જેનર (Kylie Jenner)ના છે. જેનરને ઈન્સ્ટાગ્રામ પર 309 મિલિયન લોકો ફોલો કરે છે. આ પછી ત્રીજા નંબર પર આર્જેન્ટીના (Argentina)ના 34 વર્ષીય સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસી (Lionel Messi)નું નામ આવે છે. મેસ્સીના ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા 309 મિલિયન છે.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તાજેતરમાં જ તેનો 37મો જન્મદિવસ ઉજવ્યો હતો. રોનાલ્ડોનો જન્મ 5 ફેબ્રુઆરી 1985ના રોજ પોર્ટુગલના ફંચાલમાં થયો હતો. વિશ્વના શ્રેષ્ઠ સ્ટ્રાઈકર્સ પૈકીના એક રોનાલ્ડોએ ગયા વર્ષે ઈટાલીની પ્રતિષ્ઠિત ક્લબ જુવેન્ટસ છોડીને માન્ચેસ્ટર યુનાઈટેડ સાથે કરાર કર્યો હતો.
તેણે વર્ષ 2018માં જુવેન્ટસ સાથે કરાર કર્યો હતો. આ દરમિયાન તેણે આ ક્લબ માટે કુલ 98 મેચ રમીને 81 ગોલ કર્યા. ગયા વર્ષે માન્ચેસ્ટર યુનાઈટેડ સાથેના કરાર પહેલા પણ તે આ ક્લબમાં ગયો હતો. તેણે 2003 થી 2009 વચ્ચે આ ક્લબ માટે 292 મેચમાં 118 ગોલ કર્યા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












