Big preparations for protest against E20 petrol : દિલ્હીમાં જંતર મંતર ખાતે યોજાયેલા નીટ પેપર લીકના આંદોલનમાં મોદી સરકારને કોકરોચ જનતા પાર્ટી (CJP) સામે નત મસ્તક થવું પડ્યું હતું. મોદી સરકારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઇ લીધા બાદ એક પછી એક ચળવળ શરૂ થઈ છે અને તેમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ (E-20 Petrol) મુદ્દે નવો પડકાર ઉભો થયો છે. Aam Aadmi Party, ટેક્સી યુનિયનો સહિતના સંગઠનો આગામી 4 ઓગસ્ટના રોજ સરકાર સામે દેખાવો યોજવાની તૈયારી (Protest against Modi government over E-20 petrol issue) કરી રહ્યા છે ત્યારે મોદી સરકાર બચાવની મુદ્રામાં (Modi government in a defensive posture) આવી ગઈ છે. ગુરૂવારે સંસદમાં સરકારે જણાવ્યું હતું કે, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ એકદમ સુરક્ષિત છે અને તેનાથી એન્જિનને નુકસાન થતું હોવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. આમ આદમી પાર્ટી ગુજરાતના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા (Manoj Sorathiya AAP) એ ગુજરાત અને દેશમાં E-20 પેટ્રોલ બંધ કરવાની માગ (Demand to stop E-20 petrol) કરી છે. વિરોધ આંદોલન માટે આવતીકાલે દિલ્હીના ટાઉન હોલમાં દેશભરમાંથી લાખો લોકો વર્ચ્યુઅલ અને ફિઝિકલ જોડાશે તેમ જણાવી મનોજ સોરઠીયાએ ગુજરાતના જાગૃત નાગરિકો પણ આંદોલનમાં જોડાવા અપીલ કરી છે.
મનોજ સોરઠીયાએ જણાવ્યું છે કે આજે લોકો પોતાની પેટ્રોલ ગાડીઓમાં E-20 Petrol ના લીધે ભારે પરેશાન થઈ રહ્યા છે. વાહન માલિકોને સમજાઈ રહ્યુ છે કે તેમની ગાડીઓ E-20 પેટ્રોલથી ચલાવવા માટે બની નથી અને એટલે જ હવે ગાડીઓમાં સમસ્યાઓની શરૂઆત થઈ ગઈ છે. સોરઠીયાએ વધુમાં જણાવ્યું છે કે ગુજરાતમાં ઘણાં એન્જિનિયરો સાથે ચર્ચા કરવામાં આવી અને તમામ લોકોનું કહેવું છે કે જૂની પેટ્રોલ ગાડીઓમાં E-20 પેટ્રોલ વાપરી શકાય નહીં. વાહનોમાં સ્ટાર્ટઅપ પ્રોબ્લેમ અને સ્ટાર્ટ થાય ત્યારે સ્પાર્ક પ્લગના પ્રોબ્લેમની સમસ્યાઓ આવી રહી છે. કેન્દ્ર સરકારે કોઈને પણ પૂછ્યા વિના અને ટેકનિકલ ફેરફાર કર્યા વિના જ કંપનીઓ સાથે મળીને આ મોટો ફેરફાર લાદી દીધો છે. જેનો વિરોધ હવે ગુજરાત અને આખા દેશમાં થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર સરકાર સામે માગ કરી રહી છે કે E-20 પેટ્રોલ બંધ થવું જોઈએ.
આવતીકાલે દિલ્હીમાં ટાઉન હોલ ખાતે થઈ રહેલા વિરોધ આંદોલન માટે થઈ રહેલી મીટિંગમાં ગુજરાતના તમામ જાગૃત નાગરિકોને સોશિયલ મીડિયા અથવા ઓનલાઈન માધ્યમથી જોડાવા મનોજ સોરઠીયાએ અપીલ કરી છે.








