Friday, July 31, 2026
HomeGujaratAhmedabadસુરતમાં શાળા-કોલેજોમાં રજા જાહેર, અમદાવાદ સહિત 6 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

સુરતમાં શાળા-કોલેજોમાં રજા જાહેર, અમદાવાદ સહિત 6 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

- Advertisement -

Heavy rains forecast in Gujarat : રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે શુક્રવારે દક્ષિણ ગુજરાતમાં જળપ્રલય જેવી સ્થિતિ નિર્માણ પામી છે. 31 જુલાઈના સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન ગુજરાતના 185 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના અંબિકામાં 12 ઇંચ અને ભરૂચના નેત્રંગમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. સુરતમાં આવતીકાલે શાળા-કોલેજોમાં રજા જાહેર (Holiday declared in schools and colleges of Surat) કરાઈ છે. જ્યારે સુરત જિલ્લામાં બે દિવસ માટે તમામ કારખાના બંધ રાખવાનો આદેશ જારી કરાયો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી (Meteorological Department predicts heavy to very heavy rain) કરી છે. અમદાવાદ સહિત 6 જિલ્લાઓમાં અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ (Red alert in 6 districts including Ahmedabad) જાહેર કરાયું છે. હવામાન વિભાગની આગાહીના પગલે આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં હાલ ડિપ્રેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શીયર ઝોન અને મોન્સૂન ટ્રફ સહિતની એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈને આગામી દિવસોમાં ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 6 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર સર્જાયેલું ડિપ્રેશન હાલ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. દરિયાઈ વિસ્તારમાં પવનની ગતિ વધુ રહેવાની અને દરિયો તોફાની બનવાની સંભાવનાને પગલે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

- Advertisement -

કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ : આવતીકાલે 1 ઓગસ્ટ શનિવારના રોજ અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, આણંદ અને રાજકોટ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની ચેતવણી

કયા જિલ્લાઓમાં યલો એલર્ટ : આગામી 2 ઓગસ્ટ રવિવારના રોજ કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ અને મહેસાણા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular