Sunday, April 26, 2026
HomeGeneralતોડકાંડના આક્ષેપોના 3 દિવસ પછી રાજકોટ કમિશનર થયા મીડિયા સમક્ષ પ્રગટ, કહ્યું......

તોડકાંડના આક્ષેપોના 3 દિવસ પછી રાજકોટ કમિશનર થયા મીડિયા સમક્ષ પ્રગટ, કહ્યું… “હું 3 દિવસ…”

- Advertisement -

નવજીવન ન્યૂઝ.રાજકોટ: રાજકોટના ધારાસભ્ય દ્વારા રાજકોટ પોલીસ કમિશનર ટકાવારી તોડબાજી કાંડના આક્ષેપ બાદ કમિશનર ગાયબ થઈ ગયા હતા. ખુદ જેસીપીને પણ કમિશનર ક્યાં છે તેને જાણ ન હતી એવું તેમણે કહ્યું હતું. ત્યારે આજે ત્રણ દિવસ બાદ અંડરગ્રાઉન્ડમાંથી બહાર આવીને પત્રકાર પરિષદ સંબોધી હતી.

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, છેલ્લા બે-ત્રણ દિવસથી રાજકોટ પોલીસ અને મારા વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે, અને તે અત્યારે ચાલુ છે. મારા વિરુદ્ધ થયેલા આક્ષેપો સંદર્ભે કોઈ પણ નિવેદનો મીડિયામાં આપવા માગતો નથી, પોલીસકર્મીઓએ દિવસ રાત મહેનત કરીને ગુનાઓની તપાસ કરી છે, તેમ છતાં અમારા પોલીસકર્મી વિરુદ્ધ કોઈ પણ આક્ષેપ હશે તેની ઉચ્ચ અધિકારી તપાસ કરશે. કોઈ પણ અધિકારીની સંડોવણી હશે તો કાયદાકીય રીતે પગલા લેવામાં આવશે.

- Advertisement -



વધુમાં જણાવતા કહ્યું, 2017-2018માં 14થી 15 હજાર અરજીઓ આવી હતી. 2019-2020માં 12 હજાર જેટલી અરજીઓ આવી હતી, 2021માં 10 હજાર જેટલી આવી હતી. અમારા ઉપર જે કેસમાં આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે બાબતે હું કોઈ પણ નિવેદનો મીડિયા સમક્ષ આપવા માગતો નથી, તેની તપાસ ચાલી રહી છે.

બે દિવસથી કઈ જગ્યાએ હતા તે બાબતે સવાલ પૂછાતા કમિશનરે જણાવ્યુ હતું કે શનિવાર સવારે 8:30 વાગે રાજકોટ કંટ્રોલરૂમમાં એન્ટ્રી કરી પોલીસ અધિકારીના ચાર અલગ-અલગ મુદ્દાઓ હાઇકોર્ટમાં ચાલે છે ત્યાં ગયા હતા અને સોમવાર સુધી ત્યાં હતા. સરકાર દ્વારા જે પણ તપાસ કમિટી મૂકી છે તેને અમારી તરફથી જે પણ વિગતો આપવાની હશે તે આપીશું..

- Advertisement -




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular