Tuesday, May 26, 2026
HomeGujaratવાપીમાં ફિલ્મી ઢબે જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરી લૂંટારાઓ ફરાર, આખા જીલ્લાની પોલીસ...

વાપીમાં ફિલ્મી ઢબે જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરી લૂંટારાઓ ફરાર, આખા જીલ્લાની પોલીસ દોડતી થઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વાપી: ગુજરાતમાં હત્યા, લૂંટ, બળાત્કાર જેવા ગંભીર પ્રકારના ગુનાઓનું પ્રમાણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. કાયદાનો જાણે કોઈ પ્રકારનો ડર જ ન હોય તે રીતે ધોળે દિવસે લૂંટ (Loot) જેવી ઘટના જ્યારે આકાર લે ત્યારે સ્વાભાવિક સવાલ એ પણ થાય કે, રાજ્યના લોકો વેપાર ધંધા કરવા માટે સુરક્ષિત નથી? આવી જ એક ઘટના વલસાડના (Valsad) વાપીમાં (Vapi) સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વલસાડના વાપીમાં આવેલા ભડકમોરા વિસ્તારમાં અંબિકા જ્વેલર્સની દુકાનમાં ત્રણ બુકાનીધારીઓએ બંદૂકની અણીએ ફાયરિંગ કરીને લૂંટ કરી છે. પલ્સર બાઈક પર આવેલા ત્રણ બુકાનીધારીઓ રિવોલ્વોર સાથે અંબિકા જ્વેલર્સમાં ત્રાટકી પડ્યા હતા. અંબિકા જ્વેલર્સમાં કામ કરતાં ત્રણ કર્મચારીઓને બંદૂક બતાવી હવામાં ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ દુકાનમાં સોના ચાંદીની જે કોઈ વસ્તુઓ હોય તેની લૂંટ કરવા લાગ્યા હતા. લૂંટારુઓએ હવામાં ફાયરિંગ કરતાં જ્વેલર્સમાં કામ કરતા કર્મચારીઓ ડરી ગયા હતા. પાળવારમાં જ 6 લાખથી વધુ સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા.

- Advertisement -

પોલીસને ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અંબિકા જ્વેલર્સમાં લગાવેલા CCTV કેમેરા ચેક કરતાં ત્રણ બુકાનીધારીઓની ફિલ્મી લૂંટ સામે આવી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો અને વેપારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડવા જીલ્લાભરમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. હાલ પોલીસે અજાણ્યા આરોપીઓને પકડી પાડવાની કામગીરી હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular