Wednesday, May 27, 2026
HomeNationalપીએમ મોદીની આત્મા અદાણીમાં છે, સરકાર એટલી હદે ઘેરાઈ કે હવે જાસૂસીનો...

પીએમ મોદીની આત્મા અદાણીમાં છે, સરકાર એટલી હદે ઘેરાઈ કે હવે જાસૂસીનો સહારો લઈ રહી છે: રાહુલ ગાંધી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: રાહુલ ગાંધી સતત સરકાર સામે સવાલો કરતા રહે છે. કોઈને કોઈ બાબતને લઈ રાહુલ ગાંધી (Rahul Gandhi) ચર્ચામાં રહે છે. ત્યારે એપલ કંપની દ્વારા કોંગ્રેસના કાર્યકરોને નોટિસ મોકલવાના મુદ્દાને લઈ રાહુલ ગાંધીએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ એપલ દ્વારા મોકલવામા આવેલી નોટિસ ભાજપ રચિત કાવતરું હોવાનો આડકતરો ઈશારો કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ યોજેલી પત્રકાર પરિષદમાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, વડાપ્રધાન મોદીની (PM Modi) આત્મા અદાણીમાં રહે છે. એરપોર્ટ અદાણીને પકડાવી દેવામાં આવ્યા તેમજ પોર્ટ પણ અદાણીને પકડાવી દેવામાં આવ્યા છે.

- Advertisement -

વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, આ સરકાર યુવાઓનું ધ્યાન આમતેમ ભટકાવે છે. અમે સરકારને એટલી હદે ઘેરી લીધી છે કે, સરકાર હવે વિપક્ષ સામે જાસૂસીનો સહારો લઈ રહી છે. વિપક્ષમાં સામેલ તમામ કાર્યકરો પર એપલ દ્વારા એક નોટિસ મોકલવામાં આવી છે. એપલ દ્વારા મોકલવામાં આવેલી નોટીસમાં રાહુલ ગાંધી, રાઘવ ચઢ્ઢા, મહુવા મોઈત્રા તેમજ ઘણા વિપક્ષી નેતાઓના નામ છે. ઈમેલ દ્વારા મળેલી નોટીસમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય-પ્રાયોજિત કાવતરાખોરો તેમના ફોન સાથે છેડછાડ કરી રહી છે. સરકારમાં અદાણી નંબર વન અને મોદી નંબર બે પર છે. જો કે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે, અમે પીછેહઠ કરવાના નથી. અમે સામી છાતીએ લડનારા છીએ.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular