Wednesday, December 11, 2024
HomeSeriesDeewal Seriesયુનુસે ટનલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને હવે સુરંગમા માટી પડવાની બંધ થઈ...

યુનુસે ટનલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને હવે સુરંગમા માટી પડવાની બંધ થઈ ગઈ હતી

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-68 દીવાલ ): પાંચ મહિના પહેલા જ્યારે જેલમાં Jail પતંગ કપાઈને આવી ત્યારે મહંમદે Muhammad તેનો દોરો Thread તોડી રાખ્યો હતો, ત્યારે તો ખુદ મહંમદને પણ ખબર ન્હોતી કે દોરો શું કામ આવશે, પણ તે પોતાનો સામાન જોઈ રહ્યો હતો ત્યારે તેના હાથમાં તે દોરો Thread આવ્યો, થોડીવાર પછી તેણે દોરો ખીસ્સામાં મુક્યો હતો, યુનુસ Yunus ટનલ્સ એન્જીનિયરીંગ Tunnels Engineering વાંચી આવ્યો હતો તે પ્રમાણે હવે કામ સારી રીતે ચાલી રહ્યું હતું, હવે સુરંગની ઉપરના ભાગેથી માટી પણ પડી રહી ન્હોતી, પણ કેટલી લાંબી સુરંગ Tunnel ખોદવી પડશે તે નક્કી ન્હોતું, જો કે મહંમદના Muhammad મનમાં તો આ વિચાર આવી ગયો હતો, પણ તે દિવસે તેણે પોતાના સામાનમાં પતંગનો દોરો Kite Thread જોયો અને પછી તેણે નક્કી કર્યું કે આ દોરો તેને કામ આવશે, બીજા દિવસે જ્યારે રોજ પ્રમાણે જેલ Jail ખુલી અને બધા કામ કરી રહ્યા હતા, તેણે પતંગના દોરાના એક છેડે પથ્થર Stone બાંધ્યો, જેની દેશી ભાષામાં લંગસ કહીએ તેવું તેણે લંગસ બનાવ્યું તેણે ચારે બાજુ જોયુ અને પછી તેણે બેરેકની Barrack પાછળ તરફ જેલની મુખ્ય દિવાલની Wall ઉપર લાગેલા ઈલેટકટ્રીક તાર Electric Wire સુધી લંગસ જાય એટલી તાકાતથી લંગસ ફેંકયુ, પહેલો જ પ્રયત્ન સફળ થયો, લંગસ તારમાં જઈ ફસાઈ ગયું, તેણે દોરાને Thread પોતાના તરફ ખેંચયો, પણ પથ્થર સાથે દોરીનો ભાગ તારમાં લપેટાઈ ગયો હતો, તેણે પહેલા દોરી ટાઈટ કરી અને પછી પોતાની તરફ વધેલો દોરીનો ભાગ તોડી નાખ્યો હતો એક છેડો તારમાં ફસાયેલો હતો અને બીજો છેડો તેના હાથમાં હતો, તે ધીરે ધીરે દોરી ઉપર જોર વધારવા લાગ્યો તે દોરીને ખેંચી રહ્યો હતો અને એકદમ તારમાં ફસાયેલી દોરી તુટી અને તેની તરફ આવી , તેણે બધી દોરી પોતાની તરફ બેરેકમાં Barrack ખેચી લીધી.



- Advertisement -

ત્યાર પછી તેણે જેમ કાપડ માપનાર વેપારી Cloth Merchant એક મીટરનું માપ Meter Size લેવા માટે પોતાના હાથને લાંબો કરી હાથમાં પંજાથી તે જ હાથની સીધાણમાં ખભા સુધી કાપડનું માપ લે તેવી રીતે મહંમદે Muhammad માપી તો પુરા બાંસઠ હાથ દોરી થઈ, તેણે સાદુ ગણીત મનમાં માંડયુ તે અંદાજે બસો ફુટ કરતા લાંબી સુરંગ Tunnel ખોદવાની હતી, તેણે બાજુમાં ઉભા રહેલા યુનુસને Yunus પુછ્યું કેટલાં ફુટ ખોંદાઈ છે, તેણે મનમાં વિચાર કરી કહ્યું ત્રીસ ફુટ થઈ હશે, મહંમદે Muhammad બીજો સવાલ પુછ્યો આપણે રોજ કેટલુ ખોદી શકીએ છીએ, યુનુસે Yunus અંદાજે કહ્યું અઢીથી ત્રણ ફુટ જેટલી, મહંમદ મનમાં ગણિત માંડવા લાગ્યો, બસોમાંથી ત્રીસ કાઢી નાખો એટલે એકસો સીત્તેર ફુટ બાકી રહ્યા, રોજ ત્રણ ફુટ ગણીએ તો મહિને એકસો નેવું ફુટ ખોદાય, હવે બાકી રહ્યું હતું તો એકસો સીત્તેર ફુટ, મહંમદના Muhammad ચહેરા ઉપર ચમક આવી, યુનુસે Yunus પુછ્યું શું થયુ મેજર Mejor, તેણે તેના ખભા ઉપર હાથ મુકી પંજો મજબુત કરતા ધીમા અવાજે કહ્યું તો આપણે દોઢ બે મહિનામાં બહાર નિકળી જઈશું.

પણ યુનુસના Yunus ચહેરા ઉપર જરા પણ ઉત્સાહ આવ્યો નહીં, તેનો ચહેરો ગંભીર જ રહ્યો, મહંમદને Muhammad સમજાયુ નહીં જેલની Jail બહાર નિકળવાની વાત યુનુસને કેમ રાજી કરી શકી ન્હોતી. મહંમદે પુછ્યું કેપ્ટન Captain શું વાત છે. યુનુસે આસપાસ કોઈ ન્હોતું છતાં ટેવ પ્રમાણે આસપાસ જોઈ કહ્યું મેજર Major હજી બે સમસ્યા છે, હજી આપણે ત્રીસ ફુટ જ ગયા છીએ, પણ અંદર ખુબ અંધારૂ હોય છે, આપણે અંદાજથી જ કામ કરીએ છીએ બીજી સમસ્યા Problem જે મને અત્યારે લાગી રહી છે કે આપણે ખોદીએ છીએ તેની દિશા Direction બરાબર છે કે નહીં તે અંગે મને શંકા છે, બહારથી આપણને બધુ બરાબર લાગે છે, પણ અંદર દિશાનું ભાન રહેતુ નથી, કયાંક આપણે વિરૂધ્ધ દીશામાં અથવા જેલની Jail બહાર જવાને બદલે બીજી જ કોઈ દિશામાં ખોદતા રહીશું તો મહેનત ઉપર પાણી ફરી જશે. મહંમદ Muhammad વિચાર કરવા લાગ્યો, યુનુસ Yunus જે કહી રહ્યો હતો તે વાતમાં દમ હતો.



- Advertisement -

હજી તો મહંમદને Muhammad બે સમસ્યાનો હલ Solution મળ્યો ન્હોતો, ત્યાં યુનુસે Yunus કહ્યું મેજર Major એક ત્રીજી સમસ્યા પણ છે, પણ મને લાગે છે તેનો કોઈ રસ્તો નથી આપણે તેની ટેવ પાડી લેવી પડશે, મહંમદ Muhammad તેની સામે જોવા લાગ્યો, યુનુસે Yunus કહ્યું હવે ઓક્સિઝન લેવલ Oxygen level અંદર ઘટી રહ્યું છે, ત્રીસ ફુટમાં જો ઓક્સિઝન Oxygen પુરતા પ્રમાણમાં નથી તો આપણે જેમ જેમ આગળ જતા જઈશુ તેમ તેમ તકલીફ Trouble વધતી જશે, આવી ટનલોમાં Tunnel કામ કરનાર ઓક્સિઝન બોટલ Oxygen Bottle પોતાની સાથે લઈ જતા હોય છે. ત્રણ સમસ્યા ગંભીર હતી, પણ મહંમદનો Muhammad સ્વભાવ હતો કે તે જલદી હાર માનતો ન્હોતો. તે કઈ પણ બોલ્યા વગર બેરેક Barrack પાસેથી ચાલતો ચાલતો લીમડાના ઝાડ Neem Tree પાસે ગયો અને ઓટલા ઉપર જઈ ચુપચાપ બેસી ગયો. યુનુસ Yunus હજી બેરેક પાસે જ ઊભો હતો, તે મહંમદને થોડા સમયની એકાંત આપવા માગતો હતો, તેને ખબર હતી મહંમદ Muhammad જ્યારે પણ એકલો બેસે છે ત્યારે તે વધુ સારી રીતે વિચારી શકે છે.

મહંમદ Muhammad ઓટલા ઉપર જઈ બેઠો, તેના મગજમાં ધમાસાણ ચાલી રહ્યું હતું, તેણે લીમડાની ડાળ ઉપરથી તુટેલી લીમડાની પાતળી લાકડી Neem Stick પકડી અને વિચારવા લાગ્યો, તેણે જમીન ઉપર માટીમાં એકડો લખ્યો અને તેની સામે કઈક નોંધ કરી, માટીમાં તેણે શું લખ્યું તેની તેને જ ખબર હતી. આમ તેણે બગડો કર્યો અને ત્યાર પછી તગડો કર્યો, તે પોતાના મનમાં આવી રહેલા વિચાર માટીમાં લખી રહ્યો હતો, ક્યારેક તે જમીન ઉપર લખતો અને પછી તરત પોતાના પગથી માટીમાં લખેલુ ભુસી નાખતો અને ફરી લખતો હતો, ક્યારેક તેને મળતો ઉત્તર સાચો લાગતો અને બીજી જ ક્ષણ તેના પોતાના ઉત્તર સાથે તે પોતે જ અસંમત્ત થતો હતો, આવુ અડધો કલાક સુધી ચાલતું રહ્યું, તે દિવસે સુરંગમાં Tunnel યુસુફ Yusuf અને પરવેઝ Parvez કામ કરી રહ્યા હતા યુસુફ ખોદવાનું કામ કરતો હતો અને પરવેઝ માટી કાઢવાનું કામ કરતો હતો, મહંમદને Muhammad સૂચના આપી હતી કે પરવેઝ ક્યારેય પણ સુરંગમાં Tunnel જઈ કામ કરશે નહીં કારણ તેના એક પગમાં પોલીયોની Polio અસર હોવાને કારણે તે લંગડાતો હતો. આવી સ્થિતિમાં તે સુરંગમાં Tunnel કામ કરે તે મહંમદને Muhammad સારૂ લાગતુ ન્હોતું, જો કે યુસુફ Yusuf અને પરવેઝ Parvez વચ્ચે અહીં પણ મસ્તી મઝાક ચાલ્યા કરતા હતા.



- Advertisement -

યુસુફ Yusuf ખોદતો હોય ત્યારે તે પરવેઝને Parvez કહેતો પરવેઝ તુ લંગડાની એકટીંગ Acting કરે છે તેમાં તને આ ફાયદો મળી રહ્યો છે. આ તરફ સુરંગમાં Tunnel કામ ચાલી રહ્યું હતું ત્યારે મહંમદ Muhammad ઝાડ નીચે બેસી વિચાર કરી રહ્યો હતો, તેણે અચાનક યુનુસને Yunus ઈશારો કરી પોતાની પાસે બોલાવ્યો અને પુછ્યું યુનુસ આપણી હોસ્પિટલમાં Hospital ક્યારે ગર્દી વધારે હોય છે, જેલમાં કેદીઓ Jail Prisoners માટેની એક હોસ્પિટલ હતી, યુનુસે Yunus કહ્યું સોમવારે Monday કેમ.. મહંમદે કહ્યું કઈ નહીં, પણ રવિવારે Sunday રાતે આપણામાંથી કોઈ એક બીમાર Sick થશે અને સોમવારે આપણે તેને જેલની હોસ્પિટલમાં Jail Hospital લઈ જઈશું, યુનુસને કઈ જ ખબર પડી નહીં અહીં બધા હટ્ટાકટ્ટા હતા તો પછી બીમાર Sick કેમ પડવાનું હતું. મહંમદે યુનુસ સામે જોતા કહ્યું કેપ્ટન Captain કોઈ બીમાર થશે તો આપણા ત્રણમાંથી એક પ્રશ્નનો ઉકેલ Solution આવી જશે.

(ક્રમશ:)

PART – 67 | મહંમદ સમજી ગયો ક્યા ભુલ થઈ છે તેણે કહ્યુ હજી ચાર પાંચ ફુટ ઉંડા જવુ પડશે



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular