Sunday, July 19, 2026
HomeGujaratઅમેરિકાના વર્જિનિયામાં ગુજરાતી મહિલાની ગોળી મારી હત્યા, ગાંધીનગરની મેઘના પટેલના મોતથી ચકચાર

અમેરિકાના વર્જિનિયામાં ગુજરાતી મહિલાની ગોળી મારી હત્યા, ગાંધીનગરની મેઘના પટેલના મોતથી ચકચાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. અમેરિકાના વર્જિનિયા રાજ્યમાં ગુજરાતી મહિલાની ગોળી મારી હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. મૃતક મહિલાની ઓળખ ગાંધીનગર જિલ્લાના રહેવાસી મેઘના પટેલ તરીકે થઈ છે.

મળતી માહિતી મુજબ, મેઘના પટેલ અમેરિકાના વર્જિનિયામાં એક દુકાનમાં કામ કરી રહ્યા હતા, ત્યારે અજાણ્યા હુમલાખોરે તેમના પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું.

- Advertisement -

ગુજરાતી મહિલાની અમેરિકામાં ગોળી મારી હત્યાની આ ઘટનાએ ગુજરાતીઓમાં ચિંતા ફેલાવી છે. વિદેશમાં વસતા ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓની સુરક્ષાને લઈને ફરી સવાલો ઊભા થયા છે.

હાલ આ સમગ્ર મામલે અમેરિકાની સ્થાનિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હુમલાખોર કોણ હતો અને હુમલા પાછળનું કારણ શું હતું તે અંગે હજુ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

ગુજરાતના ગાંધીનગર જિલ્લાના રહેવાસી મેઘના પટેલના મોતના સમાચાર સામે આવતાં તેમના પરિવાર અને ઓળખીતાઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular