નવજીવન ન્યૂઝ, રાજકોટ : રાજકોટ શહેરમાં 73 વર્ષીય વૃદ્ધના મોત બાદ પોલીસે શરૂ કરેલી તપાસમાં હત્યાનો ખુલાસો (Elderly man murder in Rajkot) થયો છે. રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન (University Police Station Rajkot) માં હત્યાનો ગુનો નોંધી મૃતકના પૌત્રની ધરપકડ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, પૌત્ર મોહિત મિયાત્રાએ બોથડ પદાર્થ વડે દાદાની હત્યા (Grandson killed grandfather) કરી દીધા બાદ પોલીસ સમક્ષ દાદાનું પડી જવાથી થયેલી ઈજાથી મોત થયું હોવાની સ્ટોરી બનાવી હતી.
ગઈકાલે સોમવારે વહેલી સવારે મોહિત મિયાત્રાએ તેના ફુઆ હીરાભાઈ મકવાણાને ફોન કરી દાદા અરજણભાઈ ઘરમાં પડી ગયા છે અને માથામાં ઈજા થઈ છે તેવું કહ્યું હતું. હીરાભાઈ તુરંત રાજકોટના શાસ્ત્રીનગર મેઈન રોડ પર આવેલા અરજણભાઈના ઘરે દોડી ગયા હતા. આ સમયે અરજણભાઈ મિયાત્રા લોહીલુહાણ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. જેથી તેમને 108માં સારવાર માટે હૉસ્પિટલ લઈ જતા પરજ પરના તબીબે તેમને મૃત ઘોષિત કર્યા હતા. આ મામલે પોલીસે શરૂ કરેલી તપાસમાં પરિવારના સભ્યો પહેલેથી શંકાના દાયરામાં હતા. મિલકતનો વિવાદ તેમજ આર્થિક બાબતોને લઈને અરજણભાઈની તેમના જ પૌત્રએ પેવર બ્લૉક અને લોખંડના ટેબલથી હત્યા કરી નાંખી હતી.








