Tuesday, May 26, 2026
HomeGujaratAhmedabadAhmedabad : ગાંધીનગર ઝુંડાલ સર્કલ પાસે ચપ્પાની અણીએ 4 શખસોએ લૂંટ ચલાવી,...

Ahmedabad : ગાંધીનગર ઝુંડાલ સર્કલ પાસે ચપ્પાની અણીએ 4 શખસોએ લૂંટ ચલાવી, 1 લાખ મગાવવા માટે ડ્રાઈવરને માર માર્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદ એસ.જી. હાઈવે નજીક મકરબા ફાટક પાસેથી ટેક્સીમાં બેસેલા ચાર શખસોએ ગાંધીનગર ઝુંડાલ સર્કલ નજીક ડ્રાઈવરને લઈ જઈ લૂંટી લીધો (Taxi driver robbed) છે. ચપ્પાની અણીએ ડ્રાઈવરના મોબાઈલ ફોનમાંથી સ્કેનર દ્વારા 2 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી ચાંદીની ચેઈન અને કાર લૂંટી લીધા છે. લૂંટારૂઓએ ડ્રાઈવર પર 1 લાખ રૂપિયા મગાવવા માટે દબાણ કરીને માર પણ માર્યો હતો. આ મામલે આનંદનગર પોલીસે ચાર અજાણ્યા શખસો સામે ગુનો નોંધી (Anandnagar police registered a case of robbery) તપાસ આરંભી છે. લૂંટારૂઓએ ઘટનાની જાણ કોઈને કરીશ તો તારા પરિવારને ખતમ કરી નાંખવાની પણ ધમકી આપી હતી.

રામોલ શરણમ એલીગન્સમાં રહેતા રજનીકાંત રાવળ (ઉ. 37) રેપિડો તેમજ ઉબેરમાં પોતાની કાર ભાડેથી ચલાવે છે. 25 મેની રાતે એક વાગે તેમના ફોન પર રેપિડો એપ્લિકેશનમાં એક બુકીંગ આવેલું તેથી તેઓ મકરબા પાસેી કૃષ્ણનગર ધામ તરફ ગયા હતા. પીક-અપ પોઈન્ટ પર કોઈ નહીં દેખાતા તેમણે કોલ કરતા મકરબા ફાટક પાસે આવવાનું કહેતા રજનીકાંતભાઈ કાર લઈને ત્યાં ગયા હતા. જ્યાંથી મજૂરી કામ કરીને આવ્યા હોય તેવા ચાર શખસો ટેક્સીમાં બેઠા હતા. ડ્રોપ લૉકેશન ઝુંડાલ સર્કલથી અડાલજ રોડ વચ્ચેનું આવતું હોવાથી રજનીકાંત રાવળે કાર તે દિશામાં હંકારી હતી. ઝુંડાલ સર્કલ પાસે અવાવરૂં જગ્યાએ બહાનું કરીને તેમની કાર ઉભી રખાવી હતી. કાર ઉભી રહેતાની સાથે જ પાછલની સીટ પર બેસેલા શખસે રજનીકાંતભાઈના ગળા પર ચપ્પુ મુકી પ્રથમ ફોન પડાવી લીધો હતો અને ત્યારબાદ શરૂ થયો લૂંટનો સિલસિલો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular