Sunday, April 19, 2026
HomeGujaratRajkotરાજકોટમાં પોલીસના વ્યાજંકવાદ વિરૂદ્ધના લોકદરબારમાં ત્રણ કલાકમાં અધધ… 60 અરજીઓ મળી

રાજકોટમાં પોલીસના વ્યાજંકવાદ વિરૂદ્ધના લોકદરબારમાં ત્રણ કલાકમાં અધધ… 60 અરજીઓ મળી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: તાજેતરમાં જ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghavi)એ નિવેદન આપી વ્યાજંકવાદીઓ પર કડક કાર્યવાહી કરવાનું નિવેદન આપ્યું હતું. ત્યારે રાજકોટ શહેર પોલીસ(Rajkot City Police)કમિશનર રાજૂ ભાર્ગવ દ્વારા આજરોજ શહેરમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકદરબારમાં અરજદારોને સાંભળવા સાથે જ બેન્કીંગ ક્ષેત્રના જાણકારોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમણે લોકને ધીરધારના કાયદાની સમજ પણ આપી હતી અને ઉંચા વ્યાજે નાણા ધરતા લોકો વિરૂધ્ધ કાર્યવાહીની પણ સમજ આપી હતી. પોલીસના લોકદરબારમાં મોટી સંખ્યામાં અરજદારો ઉમટી પડ્યા હતા અને 60 જેટલી અરજીઓ પોલીસને મળી હોવાના અહેવાલ છે.

Lok Darbar Against Usurers in Rajkot
Lok Darbar Against Usurers in Rajkot

આજરોજ રાજકોટ શહેરના હેમુ ગઢવી હોલ ખાતે પોલીસ કમિશનર દ્વારા વ્યાજંકવાદ વિરોધી લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ શહેરના તમામ પીઆઈ સહિત નેશનલ ફેડરેસન ઑફ અર્બન કો.ઓ. બેન્ક એન્ડ ક્રેડીટ સોસાયટી દિલ્હીના પ્રમુખ જ્યોતિન્દ્ર મહેતા અને રાજકોટ નાગરિક બેન્કના ચેરમેન શૈલેષ ઠાકર હાજર રહ્યા હતા. સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી ચાલેલા લોકદરબારમાં જ્યોતિન્દ્ર મહેતા અને શૈલેષ ઠાકરે લોકોને કાયદાની સમજ આપવા સાથે બેન્કિંગ ક્ષેત્રના કાયદાની પણ સમજ આપી હતી. સાથે જ આઈબીઆઈની ગાઈડલાઈન અને નિયમ વિરૂધ્ધ ઉંચા વ્યાજે નાણા ધીરનાર વિરૂદ્ધ કાયદાની જોગવાઈઓ વિશે ચર્ચા કરી હતી.

- Advertisement -
Rajkot City Police Lok Darbar
Rajkot City Police Lok Darbar

રાજકોટ શહેર પોલીસના વ્યાજકંદવાદ વિરૂદ્ધના લોક દરબારમાં મોટી સંખ્યામાં અરજદારો ઉમટી પડ્યા હતા. આ તકે પોલીસને કુલ 60 જેટલી અરજીઓ મળી હતી જે અરજીઓને સબંધિત પોલીસ સ્ટેશનમાં તબદીલ કરવામાં આવી છે. આ તકે પોલીસ કમિશનરે રાજકોટના લોકોને ઉંચા વ્યાજ વસૂલતા અને પજવણી કરતા તત્વો વિરૂદ્ધ પોલીસને ફરિયાદ આપવા પણ અપિલ કરી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular