Sunday, August 9, 2026
HomeGujaratગોંડલ તાલુકાના ચોરડી ગામે ગૌચર જમીનમાં વીજપોલ નાંખતી જેટકો કંપની સામે અનોખો...

ગોંડલ તાલુકાના ચોરડી ગામે ગૌચર જમીનમાં વીજપોલ નાંખતી જેટકો કંપની સામે અનોખો વિરોધ

- Advertisement -

People’s unique protest against GETCO company : સૌરાષ્ટ્રના જુદાજુદા જિલ્લાઓમાં વીજપોલ નાંખવા મામલે જન આંદોલનો થઈ રહ્યાં (Protest against companies installing electricity poles) છે. મોટો નફો રળતી વીજ કંપનીઓ ખેતરો તેમજ ગૌચરની જમીનમાં તંત્ર અને પોલીસની મદદથી વીજ થાંભલાઓ ઊભા કરી રહી છે. ગોંડલ તાલુકાના ચોરડી ગામે ગૌચર જમીનમાં વીજપોલ નાંખી રહેલી જેટકો કંપની સામે ગ્રામજનોએ અનોખો વિરોધ શરૂ કર્યો છે અને આજે તેનો પાંચમો દિવસ હતો. વિરોધની વચ્ચે જેટકો (GETCO – Gujarat Energy Transmission Corporation Limited) એ કામગીરી ઝડપી બનાવી દીધી છે.

રાજકોટના ગોંડલ તાલુકા (Gondal Rajkot) ના ચોરડી ગામે આવેલી ગૌચરની જમીનમાં જેટકો કંપની વીજપોલ નાંખી રહી હોવાથી ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. વીજ થાંભલા નાંખવાની ચાલતી કામગીરીનો વિરોધ નોંધાવવા ગ્રામજનોએ સ્મશાનયાત્રા, બેસણા બાદ આજે હિન્દુ વિધિ મુજબ ‘પાણીઢોળ’ (કારજ) કરી નાના બાળકોને જમાડ્યા હતા. જેટકો કંપનીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પાસે ફૂલ લઈને રજૂઆત કરવા નાના બાળકો પહોંચ્યા ત્યારે કર્મચારીઓએ તેનો અસ્વીકાર કરી રજૂઆત સાંભળવાની સાફ ના પાડી હતી. ​કાયદો અને વ્યવસ્થાના નામે સ્થળ પર પોલીસ તૈનાત કરી બાળકો અને ગ્રામજનોને અધિકારીઓથી દૂર રાખવામાં આવ્યા હતા. ​પાંચ દિવસથી ચાલી રહેલી લડાઈ છતાં સરકાર કે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો નથી. આગામી દિવસોમાં ન્યાય નહીં મળે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular