Friday, August 14, 2026
HomeGujaratકરોડોના ખર્ચે બનેલી આણંદ બાકરોલ જેલમાં 370 કેદીઓની છે ક્ષમતા, નડિયાદ અને...

કરોડોના ખર્ચે બનેલી આણંદ બાકરોલ જેલમાં 370 કેદીઓની છે ક્ષમતા, નડિયાદ અને આણંદ જેલ ખાતેના પોલીસ આવાસોનું ઇ-લોકાર્પણ થયું

- Advertisement -

Anand Bakrol Jail inaugurated by Harsh Sanghavi : ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા આણંદ જિલ્લાના બાકરોલ ખાતે 67.52 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયેલી નવનિર્મિત આધુનિક જિલ્લા જેલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકાપર્ણ કર્યું છે. નડિયાદ જિલ્લા જેલ બિલોદરા (Nadiad District Jail Bilodara) ખાતે 698.45 લાખના ખર્ચે તૈયાર કરાયેલા પોલીસ આવાસોનું ઇ-લોકાર્પણ નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મંત્રી રમણભાઈ સોલંકી, કમલેશભાઈ પટેલ, સંજ્યસિંહ મહિડા, સાંસદ, ધારાસભ્ય સહિતના મહાનુભાવો તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Dy Chief Minister Harsh Sanghavi) ના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલા આણંદ જિલ્લાના બાકરોલ ખાતે નવનિર્મિત જિલ્લા જેલનું બાંધકામ વીજળીકરણ સહિત કુલ અંદાજિત 67.52 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે. 1.20 લાખ ચોરસ મીટરના કુલ સાઇટ વિસ્તાર અને 16356.10 ચોરસ મીટરના બિલ્ટઅપ એરિયામાં ફેલાયેલી આ જેલમાં પુરુષ કેદીઓ માટે 330 અને મહિલા કેદીઓ માટે 40 મળી કુલ 370 કેદીઓને રાખવાની આધુનિક ક્ષમતા ઊભી કરવામાં આવી છે.

- Advertisement -

જેલ માત્ર શિક્ષાત્મક નહીં, પરંતુ સુધારાત્મક ગૃહ બને તેવા અભિગમ સાથે આ નવનિર્મિત જેલ સંકુલમાં કેદીઓ માટે વોકેશનલ ટ્રેનિંગ, લીગલ એઈડ, સ્ટડી સેન્ટર અને લાઇબ્રેરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત કેદીઓના સર્વાંગી વિકાસ માટે ઇનડોર ગેમ્સ, કલ્ચરલ હોલ, મેડિટેશન હોલ તથા ઓપન એર થિયેટર જેવી સુવિધાઓ તેમજ હોસ્પિટલ, કૅન્ટીન, લોન્ડ્રી, બાર્બર શોપ અને વેલ્ફેર ઓફિસ જેવી દૈનિક જરૂરિયાતોની વ્યવસ્થા પણ ઊભી કરાઈ છે.

બાકરોલ જેલ સંકુલમાં જેલ સ્ટાફ અધિકારીઓ અને કર્મચારીઓના રહેણાંક માટે કુલ 50 ક્વાટર્સની સુવિધા પણ તૈયાર કરવામાં આવી છે. આ સંકુલોના લોકાર્પણ બાદ નાયબ મુખ્યમંત્રી સંઘવી તથા ઉપસ્થિત અગ્રણીઓએ નવનિર્મિત જેલ સંકુલ, મહિલા યાર્ડ અને હાર્ડકોર સેલની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular