Tuesday, August 11, 2026
HomeGujaratસૌની યોજનાનું પાણી એક દિવસ છોડ્યા બાદ બંધ, ભાજપ સરકારે ખેડૂતોની મજાક...

સૌની યોજનાનું પાણી એક દિવસ છોડ્યા બાદ બંધ, ભાજપ સરકારે ખેડૂતોની મજાક કરી : ઈસુદાન ગઢવી

- Advertisement -

Demand to declare Devbhoomi Dwarka district as drought-hit : સૌની યોજનાનું પાણી એક દિવસ છોડ્યા બાદ બંધ કરી દેવાતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને નિશાના પર લીધા છે. ઈસુદાને દેવભૂમિ દ્વારકામાં ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ હોવાથી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને ઘાસચારાની વ્યવસ્થા કરવા સરકારને વિનંતી કરી છે. મોઘું બિયારણ લાવીને વાવેતર કરનારા ખેડૂતો સાથે સરકાર મજાક (BJP government made fun of farmers) કરી રહી હોય તેવું ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે.

ઈસુદાન ગઢવી (Isudan Gadhvi AAP) એ દેવભૂમિ દ્વારકાના ખેડૂતોની સ્થિતિને લઈને ચિંતા દર્શાવતો એક વીડિયો બનાવ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, સ્થાનિક નેતાઓની રજૂઆત બાદ સરકારે સૌની યોજનાનું પાણી છોડતા વધામણા કરવામાં આવ્યા હતા, પરંતુ બીજા દિવસથી પાણી બંધ કરી દેવાયું છે. જુદાજુદા ડેમોમાં પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી હતી. ખેડૂતોએ મોઘું બિયારણ લાવીને વાવેતર કરી દીધું છે, પરંતુ પાણીના અભાવે પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. સૌની યોજનાનું પાણી એક દિવસ માટે છોડાયા બાદ બીજા દિવસથી પાણી બંધ કરી દેવાતા ઈસુદાન ગઢવી સરકાર પર ગિન્નાયા છે. તેમણે મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને આડે હાથ લઈ ખેડૂતોની પીડા સમજવા તેમજ અધિકારીઓને સૂચના આપવા કહ્યું છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular