Tuesday, August 4, 2026
HomeGujaratAhmedabadગુજરાતમાં 'ફિક્સ પે' સામે ઊઠ્યો અવાજ, સુપ્રીમ કોર્ટમાં કેસની વહેલી સુનાવણી કરવા...

ગુજરાતમાં ‘ફિક્સ પે’ સામે ઊઠ્યો અવાજ, સુપ્રીમ કોર્ટમાં કેસની વહેલી સુનાવણી કરવા માટે ઈ-મેઈલ અભિયાન

- Advertisement -

Gujarat Government Employees Fixed Pay Policy : ગુજરાતમાં સરકારી કર્મચારીઓ માટે ફિક્સ પે નીતિ લાગુ કરવામાં આવી ત્યારથી જ ભારે વિરોધ હતો. સુપ્રીમ કોર્ટમાં 14 વર્ષથી પેન્ડિંગ ફિક્સ પે કેસ (Fixed pay case pending in Supreme Court for 14 years) ની વહેલી સુનાવણી હાથ ધરવા માટે વર્તમાન અને પૂર્વ ફિક્સ પગાર કર્મચારીઓએ ફરીથી એક થયા છે. મનોજ દાતલા નામના કર્મચારીએ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) ને ઇ-મેઇલ કરીને 14 વર્ષથી પડતર SLPની તાત્કાલિક સુનાવણી માટે અપીલ કરી છે. આ ઉપરાંત અન્ય કર્મચારીઓએ પણ કેસની ઝડપી સુનાવણી માટે ઇ-મેઇલ કર્યા છે. હજારો કર્મચારીઓના ભવિષ્યનો સવાલ હોવાથી વિશેષ બેન્ચ દ્વારા આ કેસનો ઝડપી નિકાલ થાય તેવી માગ કરવામાં આવી છે.

કર્મચારીઓના અનુસાર ફિક્સ પગાર કેસ લાંબા સમયથી પેન્ડિંગ છે ત્યારે તાજેતરમાં લાંબા સમયથી પડતર કેસોની સુનાવણી માટે વિશેષ બેંચોની રચના કરવામાં આવી છે. આ સંદર્ભમાં તેમના કેસની પણ વહેલી અંતિમ સુનાવણી થાય તેવી આશા સાથે ઈ-મેઇલ મારફતે રજૂઆત કરવામાં આવી છે. કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, આ ઈ-મેઇલ અભિયાનનો હેતુ કેસના પરિણામને પ્રભાવિત કરવાનો કે ન્યાયિક પ્રક્રિયા પર દબાણ લાવવાનો નથી. માત્ર વર્ષોથી પેન્ડિંગ રહેલા કેસની વહેલી અંતિમ સુનાવણી થાય તેવી વિનંતી કરવામાં આવી છે. સાથે જ ન્યાયતંત્ર અને સુપ્રીમ કોર્ટ પ્રત્યે સંપૂર્ણ આસ્થા વ્યક્ત કરવામાં આવી છે. આ વિનંતી પત્ર સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સૂર્યકાન્ત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલી સમક્ષ પડતર SLP (સિવિલ) નં. 14124-14125/2012 ના સંદર્ભમાં મોકલવામાં આવ્યો છે.

- Advertisement -

અરજદારે ભારપૂર્વક જણાવ્યું છે કે, આ માત્ર એક સામાન્ય કાનૂની વિવાદ નથી, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી સરકારી સેવામાં પ્રવેશેલા હજારો કર્મચારીઓના જીવન અને ભવિષ્ય સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે આ બાબતે તમામ બંધારણીય અને કાનૂની મુદ્દાઓની ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ વિગતવાર ચુકાદો આપ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા 14 વર્ષથી પેન્ડિંગ હોવાથી કર્મચારીઓ લાંબા સમયથી અંતિમ આદેશની રાહ જોઈ રહ્યા છે. વિશેષ બેન્ચની રચના બાદ આ જૂના પડતર કેસનો પણ ઝડપથી નિકાલ આવશે તેવી આશા કર્મચારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular