Sunday, April 19, 2026
HomeGeneralઉનામાં બાળકો માટે બટાકા-પૌવાની આડમાં ઘુસાડાતો હતો દારૂ, મહિલા સહિત 2 પત્રકારની...

ઉનામાં બાળકો માટે બટાકા-પૌવાની આડમાં ઘુસાડાતો હતો દારૂ, મહિલા સહિત 2 પત્રકારની ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ઉના: ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કિમિયા કરી રહ્યા છે. ત્યારે પોલીસ ગુજરાતના પાડોશી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરહદે ચાંપતી નરજ રાખી રહ્યું છે. એવામાં ગતરોજ બપોરના સમયે દીવ નજીક આવેલી માંડવી ચેક પોસ્ટ પરથી બટાટા પૌવાની આડમાં ઘુસાડવામાં આવતો દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. મહત્વની વાત છે કે, દારૂ ઘુસડાનારા બુટલેગરની ઓળખ પત્રકાર તરીકે સામે આવી હતી. પોલીસના હાથ ઝડપાયેલી મહિલા બાદમાં પોલીસ સ્ટેશનમાં રડી રડીને ધ્રુસ્કે ચઢી હતી.

Liquor Caught in Una, Gujarat
Liquor Caught in Una, Gujarat

ઘટનાની વિગત એવી છે કે, ગતરોજ સોમવારે બપોરે ઉનાના માંડવી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. દરમિયાન દીવથી ગુજરાતમાં પ્રવેશ કરી રહેલી એક ઈકો કારને પોલીસે રોકી હતી. પ્રથમ દૃષ્ટીએ કારમાં ગરીબ બાળકો માટે બટાટા પૌવાથી ભરેલા વાસણો હતા. સાથે જ કારની આગળની તરફ એક મીડિયાનું બુમ માઈક પણ હતું. પોલીસે શંકા જતા તપાસ કરતા બટાટા પૌવાના વાસણોમાં છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરતા કારમાં સવાર મહિલા સહિતના પુરૂષે તેઓ પત્રકાર હોવાના રૌફ જમાવ્યો હતો. પરંતુ પોલીસ ટસમસ નહીં થઈ આગળની કાર્યવાહીમાં લાગી હતી.

- Advertisement -

પોલીસે બટાટા પૌવાના વાસણોમાંથી 67 બોટલ દારૂ જપ્ત કર્યો હતો. અહેમદપુર માંડવી પોલીસ ચેક પોસ્ટ ખાતે ઝડપાયેલા આ દારૂના જથ્થા સાથે ઈકો કાર અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મહિલા અને પુરુષ બંને પોલીસ પકડથી બચવા અને ગુજરાતમા દારૂ ઘુસાડવા ગરીબ બાળકો માટે નાસ્તો અને ઉતરાયણનો તહેવાર હોય પતંગ દોરીનું દાન કરવા નિકળ્યા હોવાનું પોલસીને જણાવ્યું હતું. પણ દાનનો દેખાવ કરી ગુજરાતમાં દારૂને ઘુસાડવો કારસો પોલીસે નિષ્ફળ બનાવી આરોપી મહિલા પત્રકાર અને જગદીશ વાઘજી નામના વ્યક્તિની ધરપકડ કરી ઉના પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ઉના પોલીસે આ મામલે કુલ ઈંગ્લીશ દારૂના જથ્થા સહિત કુલ મળી 1 લાખ 85 હજાર 300નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ પોલીસ હાલ તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો કોને આપવાનો હતો અને કોને મંગાવ્યો હતો.

(માહિતી: ધર્મેશ જેઠવા. ઉના)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular