નવજીવન ન્યૂઝ. કોલકાતા: પશ્ચિમ બંગાળના કોલકાતા એરપોર્ટ(Kolkata Airport) પર સોમવારે કસ્ટમ(Kolkata Customs) વિભાગને મોટી સફળતા મળી. જેમાં કોલકાતા એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓ દ્વારા બેંગકોક જતા માલસામાનની તલાશી દરમિયાન ગુટખાના પેકેટમાંથી 40 હજાર યુએસ ડોલર( US Dollar) જપ્ત કરવામાં આવ્યા છે. કસ્ટમ વિભાગે આ ઘટનાનો વીડિયો પણ જાહેર કર્યો છે. જે વીડિયોમાં જોઈ શકાય છે કે STEMના અધિકારીઓ ગુટખાના પેકેટ ખોલી રહ્યા છે અને તેમાંથી યુએસ ડોલર નીકળી રહ્યા છે. ગુટખાના પેકેટમાંથી અમેરિકી ડોલર મળતા ત્યાંના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
કસ્ટમ વિભાગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, થાઈલેન્ડના બેંગકોક જઈ રહેલા એક મુસાફરને ગતરોજ કોલકાતા એરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો. વ્યક્તિને અટકાવીને તલાશી લેતા તેમાંથી ગુટખાના પાઉચ મળી આવ્યા હતા. જ્યારે આ પેકેટ ખોલવામાં આવ્યું ત્યારે તેમાં યુએસ ડોલર મળી આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સામે આવતા ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પોલીસે જણાવ્યું કે વ્યક્તિ પાસેથી રૂપિયા 32 લાખથી વધુની કિંમતના યુએસ ડૉલર મળી આવ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોલકાતા એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું છે કે આ વ્યક્તિએ ગુટખાના પેકેટમાં 40 હજાર ડોલર છુપાવીને રાખ્યા હતા. પોલીસે તપાસ કરી તો ત્યાં હાજર લોકો પણ સ્તબ્ધ થઈ ગયા. પોલીસ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે આ વ્યક્તિનો કોઈ આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે કોઈ સંબંધ છે કે કેમ.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








