Sunday, August 9, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું, એજન્સીએ નોકરી રાખતા અગાઉ ગાર્ડનું...

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું, એજન્સીએ નોકરી રાખતા અગાઉ ગાર્ડનું વેરિફેકશન કર્યું ન હતું

- Advertisement -

Security guard rapes girl in Ahmedabad : પશ્ચિમ અમદાવાદમાં એક યુવતી સાથે બનેલી દુષ્કર્મની ઘટનાએ ચકચાર મચાવી છે. ચાર દિવસ અગાઉ આનંદનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી લાગેલા શખસે એકલતાનો લાભ લઈને યુવતીના ગળામાં વાયર લપેટી દઈ એકાદ કલાક સુધી ધાબા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલાની તપાસ કરી રહેલી આનંદનગર પોલીસે આરોપીને ઝડપી લીધો છે. દુષ્કર્મનો આરોપી એ-વન સિક્યુરિટી સર્વિસીસ (A One Security Services) માં કામ કરતો હોવાની વિગતો સામે આવી છે. સિક્યુરિટી એજન્સીએ નિયમોનો ભંગ કર્યો હોવાથી અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) આગામી સમયમાં સંચાલકો સામે કાર્યવાહી કરશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

શહેરના આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ફલેટમાં શનિવારે રાતે યુવતી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. ફલેટમાં અન્ય યુવતીઓ સાથે રહેતી એક યુવતી રાતના સમયે ધાબા ઉપર ચાલવા ગઈ ત્યારે ત્યાં અગાઉ સિક્યુરિટી ગાર્ડ હાજર હતો. સિક્યુરિટી ગાર્ડે એકલતાનો લાભ લઈને યુવતીના ગળામાં વાયર લપેટી દેતા તે હેબતાઈ ગઈ હતી અને આ મોકાનો લાભ લઈને તેની સાથે એકાદ કલાક સુધી આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ સિક્યુરિટી ગાર્ડ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ મામલો પોલીસ પાસે પહોંચતા આરોપીની શોધખોળ શરૂ થતાં ગણતરીના કલાકોમાં ધર્મસિંહ રામશંકરસિંહ (મૂળ રહે. હરદોઈ, UP)ને ઝડપી લેવાયો હતો. પોલીસ તપાસમાં આરોપી અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી એ-વન સિક્યુરિટી સર્વિસીસમાં નોકરી કરતો હોવાનું જાણવા મળતા તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. પ્રાથમિક તપાસમાં એજન્સીએ આરોપીને નોકરી રાખતી વખતે વેરિફિકેશન નહીં કર્યું હોવાનું સામે આવતા પોલીસે કાર્યવાહી કરવાનું મન બનાવી લીધું છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular