Saturday, August 8, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના ચીફ ફાયર ઑફિસર અમિત ડોંગરે અને વહીવટદારની લાંચ કેસમાં ધરપકડ, રૂપિયા...

અમદાવાદના ચીફ ફાયર ઑફિસર અમિત ડોંગરે અને વહીવટદારની લાંચ કેસમાં ધરપકડ, રૂપિયા મળે પછી જ ફાયર NOC મંજૂર થતી હતી

- Advertisement -

Ahmedabad CFO Amit Dongre arrested in bribery case : અમદાવાદ જ નહીં પરંતુ રાજ્યભરમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના અધિકારીઓ રૂપિયા વિના કામ જ નથી કરતા. છેલ્લાં 5 વર્ષમાં 6 અધિકારીઓ એન્ટી કરપ્શન બ્યૂરોના હાથે લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે. 7 ઓગસ્ટ શુક્રવારે રાતે Team ACB એ દોઢ લાખ રૂપિયાના પગારદાર એવા અમદાવાદના ચીફ ફાયર ઑફિસર અમિત ડોંગરેની ધરપકડ (Amit Dongre Arrest by ACB Gujarat) કરી છે. અમિત ડોંગરે વતી તેમનો વહીવટદાર ભાવસિંહ ઝાલા રૂપિયા 36 હજારની લાંચ લેતા ઝડપાયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ફાયર NOC મંજૂર કરવા પેટે લાંચ લેવામાં આવી હતી.

અમિત ડોંગરે અને વહીવટદારની ધરપકડ

- Advertisement -

અમદાવાદના એક ફાયર સેફ્ટી ઑફિસરે એન્ટી કરપ્શન બ્યૂરોને ભ્રષ્ટાચાર અંગેની જાણ કરી હતી. અમદાવાદના ચીફ ફાયર ઑફિસર અમિત ડોંગરે તેમના વચેટીયા ભાવસિંહ ઝાલા વતી લાંચ લેતા હોવાની જાણકારી ACB ને મળી હતી. એસીબીના ફરિયાદીએ 6 બિલ્ડિંગની ફાયર એનઓસી મંજૂર કરાવવા ઓનલાઈન અરજી કરી હતી. પ્રતિ બિલ્ડિંગ રૂપિયા 6 હજાર લેખે ભાવસિંહ ઝાલાએ અમિત ડોંગરે વતી લાંચ માગી હતી. વડોદરા શહેર એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ એ. એન. પ્રજાપતિ (A N Prajapati PI ACB) એ શુક્રવારે મોડી સાંજે લાંચનું છટકું ગોઠવતા મેમનગર ફાયર સ્ટેશનથી થોડેક દૂર યશ એક્વા કોમ્પલેક્ષ પાસે ભાવસિંહ ઝાલા 36 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. ભાવસિંહ ઝાલાએ લાંચ સંદર્ભે અમિત ડોંગરે ચીફ ફાયર ઑફિસર (Chief Fire Officer Ahmedabad) ને ફોન કરતા એસીબીની ટીમે તેમની ધરપકડ કરી હતી.

પાંચ વર્ષમાં 6 ફાયર ઑફિસર લાંચ લેતા ઝડપાયા

વર્ષ 2021ની 28 ડિસેમ્બરના રોજ Rajkot ફાયર બ્રિગેડ વિભાગના સ્ટેશન ઑફિસર કિરીટ હરપાલભાઈ કોળી 40 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. મે-2024માં સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ, Vadodara ના રીજનલ ફાયર ઑફિસર નિલેશ ભીખાભાઈ પટેલ 2.25 લાખની લાંચ લેતા પકડાયા હતા. TRP Game Zone Fire ની ઘટના બાદ ઓગસ્ટ-2024માં ઇન્ચાર્જ ચીફ ફાયર ઑફિસર Rajkot અનિલ બેચરભાઈ મારૂ 1.80 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. અમદાવાદના પ્રહલાદનગર ફાયર સ્ટેશનના ડિવિઝનલ ફાયર ઑફિસર ઇનાયતહુસેન ઇબ્રાહિમભાઈ શેખ ફેબ્રુઆરી-2025માં 65 હજારની લાંચ લેતા પકડાયા હતા. એપ્રિલ-2026માં સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ, Bhavnagar ના ડેપ્યુટી રીજનલ ફાયર ઑફિસર મહેશ અમૃતભાઈ પટેલ 2 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. જ્યારે અમિત ડોંગરે અને તેમનો વહીવટદાર 7 ઓગસ્ટ શુક્રવારે 36 હજારના લાંચ કેસમાં પકડાયા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular