નવજીવન ન્યૂઝ. પાટણ: Patan News: ગુજરાતના અનેક જિલ્લામાં ગતરોજ શુક્રવારે ભારે પવન સાથે પડેલા વરસાદે ભારે તારાજી સર્જી હતી. અનેક જિલ્લાઓમાં મકાનના પતરા ઉડી જવાના, મકાન ધરાશાયી થવાના અને વુક્ષ મોટી માત્રમાં પડ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. તે વચ્ચે પાટણ જિલ્લામાં ગઈકાલે કુદરતનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યુ હતું. જેના કારણે બે લોકોના મૃત્યુ થયા છે. પાટણ (Patan) જિલ્લાના ચણાસ્મા અને સિદ્ઘપુરમાં (Siddhpur) બે લોકો દુર્ઘટનામાં મોત થયા છે. અનેક વિસ્તારોમાં મેઘરાજાએ (Rain) તરાજી સર્જી છે.
મળતી વિગતો અનુસાર, ગતરોજ રવિવારે સાંજે 6 વાગ્યાના અરસામાં ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાં ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ભારે તારાજી સર્જી હતી. તે દરમિયાન પાટણના ચાણસ્મામાં આવેલા ઝિલીયાવાસાણ ગામે વીજ પોલ પાસે ઉભેલા યુવક પર ભારે પવન કારણે વીજપોલ પડ્યો હતો. જેના કારણે વીજ કરંટ લાગતા આધેડનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.
બીજી તરફ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પણ ભારે પવન ફૂંકાતા વુક્ષ પડી જવાની ઘટના સામે આવી છે. સિદ્ઘપુરના ઉમરું ગામમાં ગતરોજ વુક્ષ નીચે ઉભેલા યુવક પર ભારે પવનના કારણે વુક્ષ પડી જતા યુવક વુક્ષની નીચે દબાઈ જવાથી તેનું મૃત્યુ થયું હતું. યુવકના મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
ગતરોજ પડેલા ધોધમાર વરસાદ અને ભારે પવનના કારણે અનેક ઘરોના પતરા ઉડ્યા હતા, વુક્ષો પણ ધરાશાયી થયા હતા જેના કારણે મનુષ્યોની સાથે પશુઓના પણ મોત થયા છે. ગોવા ગામે સાંજના સમયે ગાય-ભેંસો ચરાવા ગઈ હતી. પશુઓ ચરીને પરત આવતા સમયે વીજળી પડતા અનેક પશુઓના મોત નિપજ્યા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796