નવજીવન ન્યૂઝ. દ્વારકા: ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા (devbhumi dwarka) લોકો માટે આસ્થાનું એક કેન્દ્ર છે, રોજ હજારો-લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શન કરવા માટે આવતા હોય છે. તેમાં પણ ઓખાથી બેટ દ્વારકા (Okha-Beyt Dwarka) દર્શન કરવા માટે આ શ્રદ્ધાળુઓ બોટ દ્વારા (ferry service) બેટ દ્વારકા પહોંચે છે. ઘણી વાર અહેવાલો સામે આવ્યા છે કે આ બોટ સંચાલકો બેફામ રીતે બોટમાં નિયત સંખ્યા કરતાં વધારે વ્યક્તિઓને ભરીને લઈ જાય છે. જેના કારણે અકસ્માત સર્જાય તો મોટી સંખ્યામાં જાનહાનિ થઈ શકે છે. અનેક વાર તંત્ર દ્વારા આ બોટ સંચાલકોને ટકોર પણ કરવામાં આવી છે તેમ છતાં પણ તેઓ કોઇની ચિંતા કર્યા વગર બેફામ બોટ ચલાવી રહ્યા છે અને શ્રદ્ધાળુઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે.
હાલ બાળકોને ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો અનેક સ્થળોએ ફરવા માટે જતાં હોય છે. ગુજરાતમાં દ્વારકા એક આસ્થાનું કેન્દ્ર છે અને તેની નજીકમાં જ માધવપુર બીચ આવેલો છે. જ્યાં લોકો આનંદ મણિ શકે છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો દ્વારકા જવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે દ્વારકામાં દર્શન કર્યા બાદ લોકો બેટ દ્વારકા જઈને પણ દર્શન કરવાનું પસંદ કરતાં હોય છે. પરંતુ અહિયાં સમસ્યા એ છે કે લોકોએ બેટ દ્વારકા જવા માટે બોટ દ્વારા પરિવહન કરવું ફરજિયાત છે. આજે બેટ દ્વારકા બોટ દ્વારા મુસાફરોને લઈ જતી બોટના કેટલાક ફોટોસ વાયરલ થાય છે. જેમાં બોટ સંચાલકો અને તંત્રની બેદરકારી ઉડીને આંખે વળગે છે. આ ફોટોસમાં જોઈ શકાય છે કે, નિયત સંખ્યા કરતાં અનેક ગણા લોકોને બોટમાં બેસાડીને બેટ દ્વારકા લાવવા લઈ જવામાં આવે છે.
આ પ્રકારના જોખમી દૃશ્યો સામે આવતા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો આ દરમિયાન દરિયામાં બોટ પલટી ખાય તો જવાબદારી કોની? કોઈપણ લાઈફ જેકેટ કે સાધન સમ્રાગી વગર લોકોને દરિયામાં મુસાફરી કરાવવામાં આવી રહી છે. બીજું કારણ એવુ પણ જાણવા મળી રહ્યું છે કે, બોટની સંખ્યા માર્યદિત હોવાના કારણે તેમજ ભક્તોના ભારે ધસારાને પગલે બોટમાં ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડવામાં આવી રહ્યો છે. અવાર-નવાર તંત્ર દ્વારા પણ બોટ માલિકોને સૂચનો કરવામાં આવે છે. છતાં તેઓ સુધારવાનું નામ નથી લઈ રહ્યા અને વધુ પૈસા કમાવવાની લાલચમાં લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ગુજરાતમાં કમોસમી વરસાદને લઈ એક તરફ લોકોને દરિયો ન ખેડવા તંત્ર તરફથી સૂચનો કરવામાં આવ્યા છે. બીજી તરફ દ્વારકામાં ફેરી બોટ દરિયામાં મુસાફરો સાથે ફરી રહી છે. શું આ ફોટોસ વાયરલ થયા બાદ તંત્ર બોટ માલિકો સામે કાર્યવાહી કરશે કે પછી જૈસે થે જેવી પરિસ્થિત સર્જાશે તે તો આગામી સમય જ બતાવશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796