Wednesday, April 22, 2026
HomeNational'ઑનલાઇન ગેમિંગ ઓથોરિટી ઑફ ઈન્ડિયા' ની સરકાર સ્થાપના કરશે, લાગુ ક્યારે થશે...

‘ઑનલાઇન ગેમિંગ ઓથોરિટી ઑફ ઈન્ડિયા’ ની સરકાર સ્થાપના કરશે, લાગુ ક્યારે થશે ?

- Advertisement -

નવજીવન ન્યૂઝ, નવી દિલ્હી : ગેમીંગના નામે જુગારનું દૂષણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં અતિ ઝડપે વધી રહ્યું છે. ‘ગેમ ઑફ સ્કિલ’ (કૌશલ્યની રમત) અને ‘ગેમ ઑફ ચાન્સ’ (નસીબની રમત) વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવા માટે ભારત સરકાર ‘ઑનલાઇન ગેમિંગ ઓથોરિટી ઑફ ઈન્ડિયા’ (OGAI) ની આગામી મહિનાની શરૂઆતમાં સ્થાપના કરશે. આ ઑથોરિટી દેશમાં ઝડપથી વિકસી રહેલાં ઑનલાઈન ગેમિંગ સેક્ટર (Online gaming sector) પર નજર રાખશે.

ઑનલાઈન ગેમિંગ સેક્ટરને શિસ્તબદ્ધ કરવા માટે એક સ્વતંત્ર બૉડી કેન્દ્ર સરકાર બનાવી રહી છે. આ નવી ઓથોરિટીનું મુખ્ય કામ ગેમિંગ પ્લેટફોર્મ્સનું રજિસ્ટ્રેશન કરવાનું અને તેઓ નિયમોનું પાલન કરે છે કે નહીં તે જોવાનું રહેશે. ખાસ કરીને ‘ગેમ ઑફ સ્કિલ’ (Game of Skill) અને ‘ગેમ ઑફ ચાન્સ’ (Game of Chance) વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત, પ્લેટફોર્મ્સ પર યૂઝર્સની સુરક્ષા, જવાબદાર ગેમિંગ અને નાણાકીય લેવડદેવડમાં પારદર્શિતા લાવવા પર ભાર મૂકવામાં આવશે. જે કંપનીઓ નિયમોનું ઉલ્લંઘન કરશે તેની સામે દંડનીય કાર્યવાહી કરવાની સત્તા પણ આ ઓથોરિટી (Online Gaming Authority) પાસે રહેશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular