Wednesday, April 22, 2026
HomeGujaratAhmedabadપાકિસ્તાન માટે જાસૂસીનું કામ કરતાં જમાલપુરના 2 આરોપીને આજીવન કેદની સજા

પાકિસ્તાન માટે જાસૂસીનું કામ કરતાં જમાલપુરના 2 આરોપીને આજીવન કેદની સજા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ દેશના સુરક્ષા દળની જાસૂસી કરીને પાકિસ્તાનને માહિતી આપવાના કેસમાં (Spying for Pakistan ISI) સ્પેશિયલ કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. જેમાં અમદાવાદના (Ahmedabad) જમાલપુરના (Jamalpur) બે આરોપી અને એક રાજસ્થાનના જોધપુરના આરોપીને દોષિત જાહેર કરીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ ત્રણ આરોપીઓને અમદવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Banch) વર્ષ 2012માં ઝડપી પાડ્યા હતા. ત્યારે આજે 10 વર્ષ બાદ આ કેસના આરોપીઓને કોર્ટે સજા ફટકારી છે. ગુજરાતમાં પ્રથવાર ઓફિશિયલ સિક્રેટ એક્ટ મુજબ સજા આપવામાં આવી છે.

ભારતીય સુરક્ષા દળની જાસુસી કેસમાં સરકારી વકીલ ભરત પટણીએ જણાવ્યું હતું કે, આ કેસમાં કોર્ટે કુલ 75 જેટાલ સાક્ષીઓને તપાસ્યા હતા. અમદાવાદના જમાલપુરનો રહેવાસી આરોપી સિરાજુદ્દીન વર્ષ 2007માં પાકિસ્તાનના કરાંચીમાં જઈને તૈમુર નામના ISI એજન્ટને મળ્યો હતો. જ્યારે રાજસ્થાનનો નવસાદ અલી વર્ષ 2009માં પાકિસ્તાનના હૈદરાબાદમાં જઈને ISI એજન્ટ તૈમુર અને તાહિરને મળ્યો હતો. વર્ષ 2014માં આરોપી સિરાજુદ્દીને અમદાવાદ અને ગાંધીનગરના મિલેટરીબેઝની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો.

- Advertisement -

પાકિસ્તાનને ભારતના સુરક્ષા દળની માહિતીના બદલામાં આરોપી સાહિલ, સિરાજુદ્દીન સાથે અમદાવાદના અલગ-અલગ સાયબર કાફેમાં જઈને પાકિસ્તાનથી આવેલા નાણાંનો સ્વીકારતો હતો. આરોપી સિરાજુદ્દીન ઉર્ફે રાજુ કરામત અલી ફકીર, મહંમદ ઐયુબ ઉર્ફે સાકીર સાબીર શેખ અને નવસાદ અલી મકસુર અલી સૈયદને વર્ષ 2012માં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડીને ગુનો દાખલ કર્યો હતો. અમદાવાદના બે આરોપીને જમાલપુર બ્રિજ નીચે અને અન્ય એક આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો હતો. જમાલપુરનો આરોપી સિરાજુદ્દીન અને સાકીર પૈસા લેવા જઈ રહ્યા હતા તે વખતે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાંચે આરોપીઓએ અગાઉ જે જગ્યાએથી પૈસા ઉપાડ્યા હતા તે સાયબર કાફેમાં જઈને સ્ક્રીન શોટ લીધા હતા. આ આરોપીઓએ પાકિસ્તાનના ISI એજન્ટ પાસેથી ભારતના સુરક્ષા દળોની માહિતી પુરી પાડીને રૂપિયા મેળવતા હતા. આરોપીએ મનીગ્રામ દ્વારા 6 હજાર અને વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફર દ્વારા 1.96 લાખ કુલ 2 લાખ રૂપિયા ISI પાસેથી મેળવ્યા હતા. પોલીસે આરોપી સિરાજુદ્દીનના ઘરની તલાસી લેતા અમદાવાદ કેન્ટોનમેન્ટનો નકશો મળી આવ્યો હતો. જ્યારે રાજસ્થાનનો આરોપી નવસાદના ઘરની તલાસી લેતા જોધપુર કેન્ટોનમેન્ટ અને BSF હેડક્વાર્ટરની માહિતી ISI એજન્ટને મોકલીને પૈસા મેળવતો હતો. આરોપીઓએ અમદાવાદ, ગાંધીનગર અને રાજસ્થાનના મિલિટરી કેમ્પની રેકી કરી હતી. આરોપીઓએ ત્રણ વર્ષ સુધી આ માહિતી ISIને મોકલી હતી.

આ કેસમાં આરોપીને સજા આપતા સેશન્સ કોર્ટે મહત્વનું અવલોકન કરતાં કહ્યું હતુ કે, આરોપીઓ દેશ વિરોધી કૃત્ય કર્યું છે, દેશ વિરોધી કૃત્ય કરનારા સામે દયા રાખી શકાય નહીં, આરોપીઓને દેશ પ્રત્યે નહીં, પરંતું પાકિસ્તાન પ્રત્યે પ્રેમ છે, આવા લોકોને ઓછી સજા કરવી તે પણ દેશવિરોધી પ્રવૃતિ જગણાય તેવું કોર્ટ માને છે, આવા આરોપીઓને IPC121 અંતર્ગત દેહાંત દંડ અથવા આજીવન કારાવાસની સજા આપી શકાય, પરંતું આ કેસમાં હજી સુધી દેશના લોકોને નુકશાન થયું નથી, જેથી આને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણી શકાય નહીં, જેથી આરોપીઓને દેહાંત દંડ આપવામાં આવતો નથી. આરોપીઓને IPCની કલમ 121,120બી મુજબ આજીન કેદ, 123 અંતર્ગત 10 વર્ષની સજા, ઓફિશિયલ સિક્રેટ એક્ટની કલમ 3 મુજબ 14 વર્ષની કેદ અને IT એક્ટની કલમ 66 મુજબ સજા કરવામાં આવે છે, સાથે જ આરોપીઓને 5 હજારના દંડ પેટે કુલ 20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો તે ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા ફટકારવામાં આવે છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular