Saturday, September 12, 2026
HomeInternational'અમે ક્યારેય ભૂલીશું નહીં…' ચીને ભારતની આર્મીને કેમ કહ્યું Thank You?

‘અમે ક્યારેય ભૂલીશું નહીં…’ ચીને ભારતની આર્મીને કેમ કહ્યું Thank You?

- Advertisement -

Indian Army thank you says China: ચીને ભારતીય સેના (Indian Army)નો જાહેરમાં આભાર વ્યક્ત કરતાં જણાવ્યું છે કે કેરળ (Kerala)ના દરિયાકાંઠે આગ અને વિસ્ફોટનો ભોગ બનેલા કાર્ગો જહાજ (Cargo Ship)માંથી 12 ચીની નાવિકોના બચાવ માટે ભારતે જે મદદ કરી હતી તે ક્યારેય ભૂલી શકાય નહીં. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ની 99મી સ્થાપના વર્ષગાંઠ નિમિત્તે ભારતમાં ચીનના ડિફેન્સ અટાશે (Defence Attaché) રિયર એડમિરલ યુ જિયાને (Rear Admiral Yu Jian) આ નિવેદન આપ્યું હતું.

યુ જિયાને જણાવ્યું હતું કે ભારત અને ચીન બંને મહત્વના પાડોશી દેશો છે અને બંને વિકાસના મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે બંને દેશોના નેતાઓના વ્યૂહાત્મક માર્ગદર્શન હેઠળ ભારત-ચીન સંબંધો ફરીથી સુધારાના માર્ગ પર આગળ વધી રહ્યા છે.

- Advertisement -

તેમણે જણાવ્યું કે ગયા વર્ષે જૂનમાં કેરળના દરિયાકાંઠે આગ અને વિસ્ફોટનો ભોગ બનેલા એક કાર્ગો જહાજમાંથી ભારતીય સેનાએ 12 ચીની ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવ્યા હતા. ચીન આ માનવતાવાદી કામગીરીને ક્યારેય ભૂલી શકશે નહીં.

ચીનના ડિફેન્સ અટાશેએ સંયુક્ત રાષ્ટ્ર (United Nations)ના શાંતિ મિશન (Peacekeeping Missions)માં ભારત અને ચીનની સેનાના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે બંને દેશોની સેનાએ આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને અનેક બલિદાન આપ્યા છે. તેમના મતે બંને દેશો વચ્ચેના મતભેદો કરતાં પરસ્પરના હિતો વધુ મહત્વના છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular