Friday, June 5, 2026
HomeGujaratGandhinagarએસ. કે. લાંગા બન્યા કૌભાંડનું ઘર, 100થી વધુ ખેડૂતોએ 1800 વીઘા જમીન...

એસ. કે. લાંગા બન્યા કૌભાંડનું ઘર, 100થી વધુ ખેડૂતોએ 1800 વીઘા જમીન પચાવી પાડવાના લગાવ્યા આરોપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Gandhinagar News: સત્તાનો દૂરઉપયોગ કરી કરોડો રૂપિયાની જમીન ચાઉ કરી જનારા ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ. કે. લાંગા (SK Langa) સામે કાયદોનો સકંજો કસાયો છે. થોડા દિવસ પહેલા વોટેન્ડ એસ. કે. લાંગાને ગાંધીનગર સેકટર 7 પોલીસે (Gandhinagar Sector 7 Police) માઉન્ટઆબુ માંથી ઝડપી લીધો હતો. એસ. કે. લાંગા વિરુદ્ઘ ચાલી રહેલા જમીન કૌભાંડોના (Land Scam) મામલાની તપાસ SIT દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે બીજો એક મોટો ખુલાસો લાંગ કેસમાં સામે આવ્યો છે. જેમાં એસ. કે. લાંગાએ પોતાના કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન 3 ગામના 100 જેટલા ખેડૂતોની ખોટી રીતે તેમની જમીન પચાવી પાડવાના આરોપ સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. કરોડોના જમીન કૌભાંડમાં 100 જેટલા ખેડૂતોની પણ જમીન લાંગા એન્ડ કંપનીએ ચાઉ કરી લીધી હોવાનું સામે આવ્યું છે. જેને લઈ છેંતરપિંડીના ભોગ બનેલા ખેડૂતોએ (Farmers) આજે ગાંધીનગર કલેક્ટર કચેરી (Gandhinagar Collector Office) પહોંચીને રજૂઆત કરી હતી.

ગાંધીનગર કલેક્ટર કચેરી એકત્રિત થયેલા ખેડૂતોએ લાંગા સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે, તેણે 4 હજાર કરોડની 1800 વીઘા જમીન પચાવી પાડી છે. એટલે ત્રણ ગામના 100 વધુ ખેડૂતોની જમીન ખોટી રીતે સત્તાનો દૂરઉપયોગ કરી કબ્જે કરી લીધા હોવાનું જણાવ્યુ છે. જેમાં 2009થી ભૂમાફિયાએ જમીનનો ભોગવટો લીધો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમજ ખોટી રીતે મુક્તિ પત્રક લઈને જમીન પરથી ખેડૂતોને દૂર કરાયાના આરોપ લાગ્યા છે. જેના પગલે ભોગ બનેલા ખેડૂતોએ કલેક્ટર ઓફિસ તેમની જમીન પાછી મળે તેવી રજૂઆત સાથે પહોંચ્યા હતા.

- Advertisement -

આ અંગે ભોગ બનેલા ખેડૂતે જણાવ્યું હતું કે, આમરી જમીન પર 2009થી ભોગવટો લઈ લેવાયો હતો. હાલ એસ. કે. લાંગાનું જે કૌભાંડ સામે આવ્યું છે. જેમાં આ કૌભાંડમાં અમારી જમીન પણ આવેલી છે. જેમાં અશારે 3 ગામાના 100 ખેડૂતોની 1800 વીઘા જેટલી જમીન છે, જેની અંદાજિત કિંમત 3 થી 4 હજાર કરોડની આસપાસ થાય છે. આ કેસમાં ગાંધીનગર કલેક્ટર ખેડૂતોને જમીન પાછી આપવડાવી યોગ્ય કાર્યવાહી કરે તેવી માગ કરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular