નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: પાકિસ્તાનથી (Pakistan) લગ્ન કરવા માટે ગેરકાયદે બોર્ડર ક્રોસ કરીને આવેલી સીમા હૈદરની(Seema Haidar) સ્ટોરીમાં હવે નવો વળાંક આવ્યો છે. સમાચાર માધ્યમોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો મુજબ આજે ઉત્તરપ્રદેશ ATS (UP ATS) દ્વારા સીમા હૈદરની અટકાયત કરવામાં આવી છે. આ અટકાયત પૂછપરછ માટે કરવામાં આવી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. સાથે જ તેના પતિ સચિન મીણાની (Sachin Meena) પણ ATSએ અટકાયત કરી છે. તે કયા રસ્તે ભારતમાં આવી તે અંગે પૂછપરછ કરવામાં આવશે તેવું હાલ જણાવવામાં આવ્યું છે.
ઉત્તરપ્રદેશ ATS સીમા હૈદર અને તેના પરિવારની સંપૂર્ણ પ્રોફાઈલની તપાસ કરશે. તે કયા રસ્તે ભારતમાં આવી, તેને કોણ ભારતમાં લાવ્યું અને મુસાફરી દરમિયાન તેણે જે મોબાઈલનો ઉપયોગ કર્યો હતો તે કોનો હતો અને કોણે આપ્યો હતો, આ બધા પાસાઓની તપાસ કરવામાં આવશે. પ્રાથમિક જાણકારી મુજબ, સીમા હૈદર પહેલા પાકિસ્તાનથી દુબઈ અને પછી દુબઈ નેપાળ ગઈ હતી. બાદમાં તે નેપાળથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી. જેના કારણે ભારતની સુરક્ષાને લગતા કેટલાક ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા.
સીમા હૈદરની તેના બોયફ્રેન્ડ સાથે માન્ય વિઝા વિના ભારતમાં પ્રવેશવા બદલ અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. તેને મદદ કરવા બદલ તેના બોયફ્રેન્ડ સચિનની પણ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં બંનેને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ નોઈડામાં રહે છે. સચિન અને સીમા હૈદર સરકારને વિનંતી કરી રહ્યા છે કે, તેઓ તેમને લગ્ન કરવા દે અને તેમને દેશમાં જ રહેવા દે. સીમા હૈદરનો દાવો છે કે તેણે પોતાનો ધર્મ પણ બદલી નાખ્યો છે અને હવે તે હિન્દુ છે.
સીમા હૈદરે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, ““મેં મારા પતિના ધર્મ અને સંસ્કૃતિને મારા પોતાના તરીકે સ્વીકારી છે અને મારા ચાર બાળકોના નામ બદલી નાખ્યા છે, જેઓ સચિનને ‘બાબા’ કહે છે. સચિનના માતા-પિતાએ પણ મારો સ્વીકાર કર્યો છે અને મેં તેમની તમામ સાંસ્કૃતિક પ્રથાઓ અપનાવી છે અને તેમની સાથે રહેવાનું ચાલુ રાખીશ.”
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








