Wednesday, February 18, 2026
HomeGujaratJunagadhજૂનાગઢના એક યુવાનને ન્યૂડ વીડિયો મોકલી આપઘાત કરવા મજબૂર કરનારી ટોળકીના બે...

જૂનાગઢના એક યુવાનને ન્યૂડ વીડિયો મોકલી આપઘાત કરવા મજબૂર કરનારી ટોળકીના બે આરોપી સુરતથી ઝડપાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જૂનાગઢ: Junagadh Honey Trap Case : થોડા દિવસ પહેલા જૂનાગઢના (Junagadh) માણવદર (Manavadar) ખાતે આવેલા દડવા ગામના (Dadva Village) યુવાને સોશિયલ મીડિયા પર મિત્રતા કરવી ભારે પડી હતી. અજાણી યુવતી સાથે મિત્રતા કરવાના ચક્કરમાં યુવક બ્લેકમેલિંગ (Honey Trap) ટોળકીનો શિકાર બન્યો હતો. આરોપીઓએ યુવકનો ન્યૂડ વીડિયો રેકોર્ડ કરી બ્લકેમેલિંગ (Blackmail) કરતા 48 હજાર રૂપિયા પડાવી લીધા હતા. જોકે ત્યાર બાદ પણ આરોપીઓએ પૈસાની માગણી ચાલુ રાખી હતી. સોશિયલ મીડિયા પર યુવકનો વીડિયો વાયરલ (Video Viral) કરવા અને દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધવા ધમકી આપતા યુવક ખૂબ ડરી ગયો હતો. તેણે 18 જૂને વાડીમાં ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. જે આપઘાત પાછળની તપાસ જૂનાગઢના સર્કલ પોલીસ ઈન્સ્પેકટર દ્વારા કરવામાં આવી રહી હતી. આ કેસમાં જૂનાગઢ પોલીસને (Junagadh Police) મોટી સફળતા હાથલાગી છે. પોલીસે બ્લેકમેલિંગ કરી પૈસા પડાવતા બે આરોપીઓને સુરતથી (Surat) ઝડપી પાડ્યા છે. હાલ અન્ય આરોપીઓને પકડવા તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો : સોશિયલ મીડિયામાં અજાણી યુવતી સાથે મિત્રતા કરતા પહેલા સાવધાન, એક યુવકે આ કારણે ગુમાવ્યો જીવ

- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર, માણવદરના દડવા ગામે રહેતા અમિત રાઠોડે સોશિયલ મીડિયા પર એક અજાણી યુવતી સાથે મિત્રતા કરી હતી. જેમાં બંને વચ્ચે અવાર-નવાર વાત થતાં મિત્રતા ગાઢ બની હતી. એક દિવસ યુવતીએ વીડિયો કોલ કર્યો હતો. તેમજ અમિતને પણ વીડિયો કોલમાં નિર્વસ્ત્ર થવા જણાવ્યું હતું. જે બાદ અમિત નિર્વસ્ત્ર થઈ જતા બ્લેકમેલિંગ કરતી ટોળકીએ તેનો ન્યૂડ વીડિયો રેકોર્ડ કરી બ્લેકમેલ કરવાની શરૂઆત કરી હતી. જેમાં પૈસાની માગણી કરતા અમિતે ગૂગલ પે મારફતે ટૂકડે ટૂકડે 48 રૂપિયા આપ્યા હતા. તેમ છતાં આરોપીઓએ વીડિયો વાયરલ કરવાનો ડર બતાવી પૈસાની માગણી ચાલુ રાખી હતી. એક દિવસ આરોપીઓએ અમિતને દિલ્હી SP તરીકે ખોટી ઓળખ આપી ડરાવી દુષ્કર્મની FIRની ડમી કોપી મોકલી હતી. જે બાદ અમિત ડરી ગયો હતો. તેણે પોતાની વાડીમાં જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે ઘટનાની જાણ પરિવારે પોલીસને કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, અમિતના આપઘાતના પાછળના કારણો તપાસ્યા હતા. ત્યાર અમિતના મોબાઈલ ફોનમાં તપાસ કરતા અજાણી યુવતીના ચેટ્સ અને ન્યૂડ વીડિયો મળી આવ્યા હતા. જે બાબતે પોલીસે બ્લેકમેલિંગના અધારે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું.

આરોપીઓને પકડવા સર્કલ ઇન્સપેકટરે અલગ અલગ ટીમો કાર્યરત કરી હતી અને ટેક્નિકલ સર્વલન્સની મદદ લઈ આરોપીઓના લોકેશેન ટ્રેસ કર્યા હતા. જેમાં આરોપી સુરતમાં છુપાયા હોવાની પોલીસને જાણ થઈ હતી. જે બાદ જૂનાગઢ પોલીસ સુરત પહોંચી હતી અને મોબાઈલ લોકેશનના અધારે બ્લેકમેલિંગ કરતા મનોજ કુમાર અને વિશાલ તલબિયા નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યાં તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમની ટોળકીના અન્ય લોકોને પણ પકડવા તપાસ હાથધરી છે. કેટલા સમયથી આવી રીતે બલ્કેમેલિંગ કરતા હતા અને કેટલા લોકોને શિકાર બનાવી ચૂક્યા છે તે દિશામાં હાલ પોલીસે તપાસ હાથધરી છે.

Tag: Junagadh News, Junagadh Honey Trap Case, Manavadar Youth Suicide Case

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular