Friday, November 8, 2024
HomeSeriesDeewal Seriesસિટી કંટ્રોલ રૂમના ફોન એક પછી રણકવા લાગ્યા કમિશનરને પણ જાણકારી મળી...

સિટી કંટ્રોલ રૂમના ફોન એક પછી રણકવા લાગ્યા કમિશનરને પણ જાણકારી મળી કે જેલમાં સુરંગ ખોદાઇ છે

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-78 દીવાલ ): સાબરમતી સેન્ટ્રલ જેલ Sabarmati Central Jail સુપ્રીટેન્ડન્ટ વસાવા Superintendent Vasavaએ પોતાના ઉપરી અધિકારીઓ Officersને ફોનથી જેલ Jailમાં સુરંગ Tunnel ખોદાઈ ગઈ હોવાની જાણ કરી હતી, જો કે બધા જ ઉપરી અધિકારી પુછી રહ્યા હતા કે જેલમાંથી કેટલાંક કેદીઓ Prisoners ભાગી ગયા છે, પણ વસાવા પોતે કન્ફયુઝ Confuse હતા કારણ તેમને પોતાને જ હજી ખબર પડી ન્હોતી કે સુરંગ Tunnel કયા, કોણે અને કયારે ખોદી હતી અને સુરંગ ખોદાઈ ગયા પછી તેમાંથી કોઈ કેદી Prisoner ભાગ્યા નથી તેવુ તેમને લાગી રહ્યુ હતું પણ ખરેખર ભાગ્યા છે કે નહીં તે અંગે તેઓ કઈ જાણતા ન્હોતી. વસાવા Vasavaએ અમદાવાદ સિટી કંટ્રોલ રૂમ Ahmedabad City Control Roomને જાણ કરી કંટ્રોલરૂમના ફોન Call એક પછી એક રણકવા લાગ્યા હતા, ડેપ્યુટી પોલીસ કમિશનર Deputy Commissioner of Police થી લઈ પોલીસ કમિશનરને સાબરમતી જેલ Sabarmati Jailમાં સુરંગ Tunnel ખોદાઈ હોવાની જાણકારી કંટ્રોલરૂમ અધિકારી Officer આપી રહ્યા હતા, સાબરમતી જેલ Sabarmati Jail રાણીપ પોલીસ Ranip Police ના તાબામાં આવતી હતી.



જેના કારણે રાણીપ પોલીસને પણ જેલ Jail ઉપર પહોંચી જવા માટે સુચના Instruction આપવામાં આવી હતી.. મામલો ખરેખર ગંભીર હતો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ Ahmedabad Crime Branchઅને ગુજરાત એન્ટી ટેરેરીસ્ટ સ્કવોર્ડ Gujarat ATSને પણ જાણ કરી દેવામાં આવી હતી, જેના કારણે સાબરમતી જેલ Sabarmati Jail ના દરવાજા દર પાંચ મિનીટે પોલીસની એક કાર Car આવી ઉભી રહેતી હતી. સુપ્રીટેન્ડન્ટ વસાવાએ જેલર કૌશીક પંડ્યા Jailer Kaushik Pandyaને પોતાની ચેમ્બરમાં બોલાવી પુછયુ આજે કેટલા કેદીઓ છે, ખરેખર તો જેલ સુપ્રીટેન્ડન્ટની ચેમ્બરમાં તેમની સામે જ એક બોર્ડ મારેલુ હતું તેની ઉપર રોજ કેદીઓ Prisonersની વધ-ઘટની નોંધ થતી હતી. જેલર પંડ્યાએ એસપી SPનો પ્રશ્ન સાંભળી તરત બોર્ડ ઉપર નજર કરી બોર્ડ ઉપરની નોંધ પ્રમાણે કાચા કામના 1258 અને પાકા કામના 1835 કેદી હતા કુલ 3093 કેદીઓ જેલમાં હતા. પંડ્યા કહ્યુ 3093 સાહેબ Sir, વસાવાએ આદેશ આપ્યો તમે તરત ગણતરી શરૂ કરો, જેલર પંડ્યા Jailer Pandya સલામ Salute કરી પોતાના સ્ટાફ સાથે કેદીઓની ગણતરી કરવા માટે જેલમાં ગયા.

અમદાવાદ Ahmedabad શહેરના મોટા અધિકારીઓ જેલ Jail માં આવી રહ્યા હતા, વસાવા Vasava તેમના જુનિયર અધિકારી Jr.Officer હોવાને કારણે દરેકને સલામ Salute કરતા હતા અને બધા જ તેમને એક સરખી માહિતી Information પુછી રહ્યા હતા, સુરંગ Tunnel કયાં ખોદાઈ, કેવી રીતે ખોદાઈ, કોણે ખોદી, તમારા ધ્યાન ઉપર કેમ આ વાત આવી નહીં, વસાવાને બધાને એક જ સરખો જવાબ આપતા ગુસ્સો અને કંટાળો આવી રહ્યો હતો, છતાં નોકરી Job હતી, વસાવાનું બ્લડ પ્રેસર Blood pressure વધી રહ્ય હતું સિનિયર અધિકારીઓ Senior officers સવાલ પુછતી વખતે વસાવા Vsava સામે એવી નજરે જોતા હોતા જાણે વસાવાએ જ સુરંગ Tunnel ખોદી હોય, વસાવા બધા અધિકારીઓને સમજાવતા હતા કે જેલમાં હમણાં ગણતરી ચાલુ છે ખરેખર કેદી Prisoners ભાગ્યા છે કે તેની ખબર પડશે, વસાવાની ચેમ્બરમાં એક પછી એક અધિકારીઓનો વધારો થઈ રહ્યો હતો, તેમને જેલર પંડ્યા Jailer Pandya ઉપર ગુસ્સો પણ આવી રહ્યો હતો કે ગણતરીમાં કેટલી વાર લગાડી રહ્યા છે, પોણો કલાક પછી જેલર પંડ્યા એકદમ વસાવાની ચેમ્બર Chamberમાં દાખલ થયા, તેમને ખબર ન્હોતી કે સુપ્રીટેન્ડન્ટ Superintendentની ચેમ્બરમાં આટલા બધા સિનિયર અધિકારી Senior officersઓ આવી બેઠા છે., પહેલા તો ડઘાઈ ગયા, પણ પછી તરત તેમણે સલામ Salute કરતા વસાવા સામે જોઈ કહ્યુ સર Sir પુરા 3093 છે. પંડ્યાના શબ્દો સાંભળતા વસાવાના મનમાં હાશ થઈ, તેનો અર્થ જેલમાંથી Jail એક પણ કેદી Prisoner ભાગ્યો ન્હોતો, જો કે વસાવાની ચેમ્બરમાં બેઠેલા પોલીસ અધિકારી Police officersઓ જેલર પંડ્યા Jailer Pandya સામે એવી નજરે જોઈ રહ્યા હતા કે જાણે પંડ્યા ખોટુ બોલી રહ્યા હોય.

- Advertisement -



પંડ્યા Pandya સંકોચ સાથે સુપ્રીટેન્ડન્ટ Superintendentની નજીક આવ્યા અને તેમણે પોતાનું મોંઢુ તેમના કાન પાસે લાવી કઈક કહ્યુ પંડ્યાની વાત સાંભળી વસાવાસ ઉભા થઈ ગયા, બધા જ સિનિયર અધિકારીઓ તેમની સામે જોયુ, વસાવા Vasavaએ બધાની સામે જોતા કહ્યુ સર બ્લાસ્ટના કેદીઓ Blast Prisonersએ સુરંગ Tunnel ખોદી છે, તેમની બેરેકની પાછળથી એન્ટ્રી Entry પણ મળી છે. બધા જ અધિકારીઓ પણ આ સાંભળી ઉભા થઈ ગયા, જાણે પંડ્યા Pandyaએ પોતે સુરંગ Tunnel ખોદી હોય તેવુ તેમને લાગ્યુ તેમણે કહ્યુ સર Sir પણ મેં તેમની બેરેક ચેક Barrack Check કરી બ્લાસ્ટવાળા તો આઠે આઠ કેદી Prisonersઓ તેમની જ બેરેકમાં છે. બધા અધિકારીઓ એકબીજા સામે જોવા લાગ્યા, તેમને સમજાયુ નહીં ખરેખર જેલમાં Jail સૌથી જોખમી અને ખુંખાર કેદીઓમાં બ્લાસ્ટના કેદી Blast Prisonersઓ પહેલા નંબરે હતા, તેમણે સુરંગ Tunnel ખોદી તો નાખી પણ ભાગ્યા ન્હોતા, શુ તેમને ભાગવાનો સમય Time મળ્યો નહીં કે પકડાઈ જવાના ડરથી તેઓ ભાગ્યા ન્હોતા, આવા અનેક પ્રશ્ન હતા ઉત્તર પોલીસ Policeને શોધવાના હતા, બધા અધિકારીઓ એક સાથે સુપ્રીટેન્ડન્ટ Superintendentની ચેમ્બરમાંથી નિકળી જેલનો Jail બીજો દરવાજો પાર કરી બ્લાસ્ટના કેદીઓ Blast Prisonersને જયા રાખ્યા હતા તેમની બેરેક Barrack તરફ ચાલવા લાગ્ય, ધીમો વરસાદ Rain પણ ચાલુ હતો, પણ આજે કોઈ પણ અધિકારીને ભીના થઈ જઈશુ તેની ચીંતા ન્હોતી, જેલ આખી સુમસામ થઈ ગઈ હતી કારણ તમામ કેદીઓને Prisoners પોતાની બેરેકમાં બંધ કરી દેવામાં આવ્યા હતા, પોલીસ અધિકારીઓના બુટનો અવાજ બેરેકમાં Barrack બંધ કેદીઓના કાને પડી રહ્યો હતો, જે કેદીઓને જેલમાં Jail કઈક થયુ છે તેનો સંકેત આપી રહ્યો હતો.



- Advertisement -

વસાવા Vasava સાથે જયારે સિનિયર પોલીસ અધિકારીએ બ્લાસ્ટના કેદી Blast Prisonersઓ જે બેરેક Barrack માં હતા તેના વોર્ડમાં દાખલ થયા ત્યારે દંગ રહી ગયા, વોર્ડ Wardમાં તૈયાર થયેલો સુંદર બગીચો Garden કહેતો હતો કે આ જેલનો ભાગ જ નથી. જેલ Jailમાં આટલો સુંદર બગીચો Garden કોઈ અધિકારીએ જોયો ન્હોતો અને હવે તો વરસાદ Rainની સીઝન હતી જેના કારણે બગીચો એકદમ લીલોછમ લાગતો હતો. અધિકારી Officersઓ વસાવા સામે જોતા તેમણે કહ્યુ બ્લાસ્ટના કેદીઓ Blast Prisonersએ જ બગીચો Garden બનાવ્યો છે. બધાને ખુબ આશ્ચર્ય થયુ તેમને થયુ કે જેલમાં આજે બધા જ આશ્ચર્યો એક સાથે મળી રહ્યા છે. વસાવા Vasavaએ સાથે રહેલા જેલર પંડ્યા Jailer Pandya સામે જોતા તેમણે તરત પોતાની સાથે રહેલા જેલ સીપાઈ Jail Sepoy સામે જોયુ, સીપાઈ તરત બેરેક Barrackના દરવાજા તરફ દોડયો, તે દોડયો તેના કારણે તેના હાથમાં રહેલો ચાવીઓને ઝુંડો અવાજ કરી રહ્યો હતો, બધા અધિકારી બેરેકના દરવાજા તરફ ગયા, સીપાઈ Sepoyએ ચાવીઓના ઝુંડામાંથી એક ચાવી Key શોધી તેણે લોંખડી તાળુ ખોલ્યુ અને લોંખડી દરવાજો પણ ખોલ્યો, અધિકારીઓ બેરેકની દરવાજામાં આવી ઉભા રહ્યા, તેમણે બેરેકમાં નજર કરી તે મહંમદ Muhammad, યુનુસ Yunus, અબુ Abu, રીયાઝ Riaz, દાનીશ Danish, ચાંદ Chand, પરવેઝ Parvez અને યુસુફ Yusuf પોતાની જગ્યા ઉપર બેઠા હતા, મહંમદ અને યુનુસ માત્ર દરવાજામાં ઉભા રહેલા અધિકારી Officerઓ સામે જોઈ રહ્યા હતા બાકીનાઓએ પોતાની નજર નીચી કરી લીધી હતી. પોતાના સિનિયર અધિકારીઓ Senior officers સાથે હોવા છતાં વસાવા Vasavaના મોંઢામાંથી એકદમ મોટી ગાળ નિકળી માદર.. તમે કયારેય સુધરવાના નથી, તમારી ઉપર દયા કરી તેનો તમે આ બદલો આપ્યો સાલા મીયોઓની જાત આવી છે. એક સિનિયર અધિકારીએ વસાવા સામે જોયુ, વસાવાને સમજાયુ કે તેમણે ખોટા શબ્દનો પ્રયોગ કર્યો, વસાવાએ માફીના સ્વરમાં કહ્યુ સાહેબ Sir મેં આઉટ ઓફ વે જઈ તેમને મદદ Help કરી, કે તેઓ ભલે કેદી Prisoner હોય પણ માણસ તો છે, પણ જોયુ સાહેબ આ લોકો ભલાઈને લાયક જ નથી., પોલીસ અધિકારી Police Officersઓ પોતાની કમર ઉપર હાથ રાખી ઉભા હતા, તેઓ આઠે કેદીઓ Prisonersને જોઈ રહ્યા હતા. વસાવા Vasavaએકમદ બરાડયા અને મહંમદ Muhammadનો હાથ પકડી તેને ખેંચીને ઉભો કરતા કહ્યુ તમારા બાપ આવ્યા છે તમીઝ પણ નથી ઉભા થવાની? ઉભા થાવ.

(ક્રમશ:)

PART – 77 | સુપ્રિટેન્ડન્ટ વસાવા ખાડો જોતા હચમચી ગયા કારણ અંદર પગથિયાં પણ હતા

- Advertisement -





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular