નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat Crime news: સુરતમાં પોલીસને (Surat Police) દાયકાઓ જુનો હત્યાનો કેસ (Murder Mystery) ઉકેલવામાં સફળતા મળી છે. સુરતના ભરથાણામાં 25 વર્ષ પહેલા રૂપિયાની લેતીદેતીમાં થયેલા ઝઘડામાં મિત્રએ મિત્રની હત્યા કરી હતી. વર્ષ 1999માં ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં ભરથાણા ગામની નહેરમાંથી એક વ્યક્તિની ગળુ કાપેલી હાલતમાં લાશ મળી હતી. આ કેસમાં સુરત ક્રાઈમ બ્રાંચે (Surat Crime Branch) આરોપીને આંધપ્રદેશથી (Andhra Pradesh) ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાંચે આરોપીની કપાયેલા અંગુઠાના આધારે આરોપીની ઓળખ કરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરતમાં વર્ષ 1999માં રૂપિયાની લેતીદેતીમાં બે મિત્ર વચ્ચે માથાકુટ થઈ હતી. જેમાં આરોપી કાલીયા જૈનાએ તેના મિત્ર દર્ગો ગૌડ સાથે મળીને મિત્ર કબી પુનિયાને ભરથાણા ગામના એક ખેતરમાં લઈ જઈને કબી પુનિયાનું અસ્ત્રા વડે ગળું કાપીને હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ લાશને નહેરમાં ફેંકી દઈને આરોપી પોતાના વતન ઓરિસ્સા ફરાર થઈ ગયો હતો. પરંતું ઓરિસ્સામાં પોલીસની અવરજવર હોવાથી તેણે આંધ્રપ્રદેશમાં જઈને કડિયા કામ કરવાનું શરૂ કર્યું હતું.
આ કેસ અંગે સુરત ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે, 25 વર્ષ પહેલા થયેલા હત્યાના ગુનામાં નાસતો ફરતો આરોપી કાલીયા નામનો જ વ્યક્તિ છે. જેની ખરાઈ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, હત્યાને અંજામ આપતી વખતે તેના ડાબા હાથનો અંગૂઠો કપાઈ ગયો હતો. જે માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આંધ્રપ્રદેશ જઈને કાલીયા જૈનાને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીનો હાથ તપાસતા તેના ડાબા હાથનો અંગૂઠો કપાયેલો જોવા મળ્યો હતો અને કપાયેલા અંગૂઠાના કારણે આખરે 25 વર્ષથી પોલીસને માત આપતા આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. આરોપીનો કબજો ઉમરા પોલીસે લઈને વધુ તપાસ હાથ ધરી છે.
Tag: Surat News, Surat Police Solved Murder Case
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








