નવજીવન ન્યૂઝ. જૂનાગઢ: Junagadh Honey Trap Case : સોશિયલ મીડિયા પર સુંદર યુવતી સાથે મિત્રતા કેળવાના ચક્કરમાં યુવકો અજાણી યુવતી સાથે મિત્રતા કરી લેતા હોય છે. ત્યારબાદ આ યુવતીઓ યુવકને ફસાવી હનીટ્રેપનો (Honey Trap) શિકાર બનાવતી હોય છે. આવો જ કિસ્સો જૂનાગઢના (Junagadh) દડવા ગામમાંથી (Dadva village) સામે આવ્યો છે. જ્યાં સોશિયલ મીડિયા દ્વારા યુવકને યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી છે. હનીટ્રેપ ગેંગે યુવકનો બિભત્સ વીડિયો બનાવી તેની પાસેથી પૈસા પડાવ્યા હતા. જો યુવક પૈસા નહીં આપે તો સમાજમાં બદનામી કરવાની તેમજ સોશિયલ મીડિયા પર બિભત્સ વીડિયો વાયરલ (Video Viral) કરી દેવાની ધમકી આપી હતી. જેને લઈ યુવક ડરી ગયો હતો અને તેણે ટુકડે ટુકડે 48 હજાર જેટલી રકમ આરોપીઓને ચૂકવી હતી. તેમ છતાં આ ગેંગ દ્વારા પૈસાની માગણી ચાલુ રાખવામા આવતા યુવક કંટાળી ગયો હતો અને અંતે તેણે મોતને વ્હાલું કર્યું હતું. પોલીસે આત્મહત્યાના કારણ અંગે તપાસ કરતા યુવક હનીટ્રેપનો શિકાર બન્યો હોવાનું સામે આવ્યું છે. જે મામલે પોલીસે 5 જેટલા આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

મળતી માહિતી મુજબ, જૂનાગઢના દડવા ગામે રહેતા અમિત રાઠોડને અજાણી યુવતીના આઈ ડી પરથી ફેન્ડ્ર રિકવેસ્ટ આવી હતી. ત્યાર બાદ યુવતી તરફથી મેસેજ આવવાની શરૂઆત થઈ હતી. બાદમાં બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ હતી. એક દિવસ યુવતીએ અમિતને વીડિયો કોલ કર્યો હતો અને જ્યાં અમિત વીડિયો કોલ ઉપાડતા તેણે અમિતનો બિભત્સ વીડિયો રેકોર્ડ કરી અમિતના વોટ્સએપ પર મોકલ્યો હતો. વીડિયો જોઈને અમિત એકદમ ચોંકી ગયો હતો. ત્યાર બાદ હનીટ્રેપ ગેંગે અમિત પાસેથી પૈસાની માગણી શરૂ કરી હતી. જેમાં આરોપીઓએ અમિતને કહ્યું હતું કે, જો તું પૈસા નહીં આપે તો તારો બિભત્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી તને સમાજમાં બદનામ કરી દઈશું. સમાજમાં બદનામ થવાની બીકે અમિતે ટુકડે-ટુકડે 48 હજાર રૂપિયા જેટલી રકમ આરોપીઓને આપી દીધી હતી.
તેમ છતાં આરોપીઓ અટલેથી ન અટકતા પૈસાની માગણી ચાલુ રાખી હતી. જેના કારણે અવાર-નવાર ધમકી મળતા અમિત રાઠોડ કંટાળી ગયો હતો અને તેણે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. અમિતની આતમહત્યાનું કારણ જાણવા માટે પોલીસે જ્યારે તેનો ફોન ચેક કર્યો ત્યારે જાણવા મળ્યું કે તે હનીટ્રેપનો શિકાર બન્યો છે. ત્યાર બાદ પોલીસે 5 અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી આરોપીઓ પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Tag: Junagadh News, Junagadh Honey Trap Case Update Today
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








