Thursday, April 16, 2026
HomeBusinessભારતનો વર્ષાન્ત રૂ સ્ટોક ૩૧ ટકા ઘટી ત્રણ દાયકાનો સૌથી ઓછો

ભારતનો વર્ષાન્ત રૂ સ્ટોક ૩૧ ટકા ઘટી ત્રણ દાયકાનો સૌથી ઓછો

- Advertisement -

ઓક્ટોબરથી માર્ચ સુધીમાં ભારતની રૂ નિકાસ ૧૩૭ ટકા વધીને ૧૮ લાખ ગાંસડી થઈ

સંકર-૬ બેંચમાર્ક રૂના ભાવ છેલ્લા બે મહિનામાં ૮ ટકા ઘટી ક્વિન્ટલ દીઠ રૂ. ૧૬૦૫૭ મુકાય

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): સટ્ટાકીય સોદાનું વધતું પ્રમાણ અને મબલખ નવા રૂ (Cotton) પાકની આગાહીઓએ જાગતિક ભાવને નીચે જવાની ફરજ પાડી છે. આઇસીઇ ન્યુયોર્ક રૂ જુલાઇ વાયદો ગુરુવારે ઇન્ટ્રાડેમાં ઘટીને ૭૮.૩૯ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) બોલાયો હતો. બજાર બહારના ફંડામેનટલ્સ પણ ભાવને ટેકો આપે તેવા નથી, ક્રૂડ ઓઇલ (Crude Oil)અને અન્ય મહત્તમ કોમોડિટીના (Commodity) ભાવ ઘટયા હતા. આખા વિશ્વની કાપડમિલોની રૂ માંગ ધબી પડવા સાથે અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના નવા પાકના સંયોગો ઉજળા બનતા, રૂની તેજીને નવા આંતરાયોનો સામનો કરવાનો આવ્યો છે.

૧ ઓગસ્ટથી શરૂ થતી વૈશ્વિક રૂ પાક મોસમમાં અમેરિકા, બ્રાઝિલ, તુર્કી જેવા દેશો ૨૦૨૪-૨૫માં મોટો પાક લઈને ઉતરશે ત્યારે, આખા જગતમાં રૂ ભાવ પર નીચે જવાનું દબાણ વધશે. ફિચ સોલ્યુશન રિસર્ચ એજન્સી કહે છે કે અમેરિકા મબલખ રૂ પાક લઈ બજારમાં ઉતારશે તેવા અહેવાલને પગલે, વૈશ્વિક રૂ બજાર હાલમાં મંદીના ભરડામાં આવી ગઈ છે. અમેરિકન કૃષિ મંત્રાલય કહે છે કે ૨૦૨૪-૨૫નો પાક ૧૬૦ લાખ ગાંસડી (પ્રત્યેક ૨૧૭.૭૨ કિલો) ઊતરવાનું અનુમાન છે.

- Advertisement -

ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટીના અંદાજ પ્રમાણે આગામી મોસમમાં જાગતિક ઉત્પાદન ૧૧૯૦ લાખ ગાંસડી આવશે. કમિટી કહે છે કે ભારતમાં એક તરફ ઉત્પાદન ઘટ્યું છે અને બીજી તરફ વપરાશમાં મોટી વૃધ્ધિ થઈ હોવાથી ૨૦૨૩-૨૪નો વર્ષાન્ટ સ્ટોક ૩૧ ટકા ઘટીને ત્રણ દાયકાનો સૌથી ઓછો રહેશે. ચીનમાં એક તરફ માંગ અને પુરવઠો સ્થિર થઈ ગયા છે, ત્યારે નબળા ફંડામેન્ટલ્સ સાથે રૂના ભાવ દબાણમાં રહેવાનું અનુમાન છે. આમ છત્તા જો નકારાત્મક સંયોગો હળવા થશે તો, ભાવ ટૂંકાગાળા માટે નીચેથી નજીવા પાછા ફરેશે. આઇસીઇ એક્સ્ચેન્જ ખાતે ૨૧ મેના રોજ સર્ટિફાઇડ કોટન સ્ટોક ૯૧૩ ગાંસડી વધીને ૧,૯૧,૫૬૬ ગાંસડી રહ્યો હતો.

કોટન એસોસિયેશનના તાજા અનુમાન મુજબ ઓક્ટોબરથી માર્ચ સુધીમાં ભારતની રૂ નિકાસ, ગત વર્ષની ૭.૫૯ લાખ ગાંસડીથી ૧૩૭ ટકા વધીને ૧૮ લાખ ગાંસડી થઈ હતી. એસોસિયેશન કહે છે કે ૨૦૨૩-૨૪ના કૂલ ઉત્પાદન ૩૨૩.૧ લાખ ગાંસડીમાંથી ૨૮૦.૬ લાખ ગાંસડી બજાર થઈ ગઈ હોવાથી, આગામી સપ્તાહો/મહિનાઓમાં આવક ઘટવા લાગશે.

સીએઆઈના ડેટા કહે છે કે છેલ્લા બે મહિનામાં સંકર-૬ બેંચમાર્ક રૂના ભાવ ૮ ટકા ઘટી, ક્વિન્ટલ દીઠ રૂ. ૧૬૦૫૭ મુકાય છે. બે મહિના અગાઉ ૧૫ માર્ચે ભાવ રૂ. ૧૭૪૩૪ બોલાતા હતા. એક વર્ષ પૂર્વે સંકર-૬ ના ભાવ રૂ. ૧૬૭૫૯ હતા. એનાલિસ્ટઓ કહે છે કે જો આ જ પ્રકારે ભાવ સતત ઘટતા રહેશે તો, ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઇ જશે. તેમના માટે બંને તરફ ખાઈ છે, જો વેચે તો ઓછા ભાવ આવે અને જો સંગ્રહ કરે તો માલ પરનો ખર્ચ વધે. ભારતની મહત્તમ બજારોમાં આજે પણ રૂના ભાવ લઘુતમ ટેકાના ભાવ કરતાં સહેજ ઉપર છે. પણ ખેડૂતો એવું માનીને બેઠા છે કે ભાવ હજુ વધશે. આને લીધે, બજારમાં રૂની આવક સાવ પાતળી થઈ ગઈ છે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular