Friday, July 24, 2026
HomeNationalCJP પ્રદર્શન કેસમાં CJIની સ્પષ્ટતા, 'સુનાવણીથી ઇનકાર કર્યો નહોતો, મીડિયા ખોટા અહેવાલો...

CJP પ્રદર્શન કેસમાં CJIની સ્પષ્ટતા, ‘સુનાવણીથી ઇનકાર કર્યો નહોતો, મીડિયા ખોટા અહેવાલો ચલાવ્યા’

- Advertisement -

Supreme Court CJI Surya Kant: CJP પ્રદર્શન અંગે સુપ્રીમ કોર્ટમાં CJI સુર્યકાંતે ભ્રામક મીડિયા રિપોર્ટીંગ પર નારાજગી વર્ણવી હતી. તેમણે કહ્યું હતું કે કોઈ અરજી દાખલ જ થઈ નહોતી. મીડિયા બધા પોતાની જવાબદારીથી મુક્ત થઈ ચુક્યા છે. મુખ્ય ન્યાયાધિશ સૂર્યકાંતે પોલીસ દમન અને સીજેપીના વિરોધ પ્રદર્શનથી જોડાયેલા મામલાની લિસ્ટિંગને લઈને જાહેર કરાયેલા સમાચારો પર નારાજ થયા હતા. સુનાવણી દરમિયાન સીજેઆઈએ કહ્યું કે કોઈ મિશ્રા નામના વ્યક્તિએ તેનો ઉલ્લેખ કર્યો હતો. મીડિયાએ ખોટી રીતે સમાચાર ચલાવી દીધા કે મેં આ મામલાને લિસ્ટ કરવાનો ઈન્કાર કરી દીધો. આ ફક્ત એક પ્રતિનિધિત્વ હતું અને લોકોને વગર તથ્યોની તપાસ કરે પ્રકાશિત કરી દેવાયું હતું.

CJPના વિરોધ પ્રદર્શન અને વિદ્યાર્થીઓ પર થયેલી કથિત પોલીસ કાર્યવાહી સંબંધિત મામલે સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India – CJI) સૂર્યકાંત (Surya Kant)એ મીડિયા રિપોર્ટિંગ પર કડક નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેમણે કેસની સુનાવણી (Hearing) કરવાનો ઇનકાર કર્યો નહોતો, પરંતુ તે સમયે કોર્ટમાં કોઈ નિયમસર અરજી (Petition) જ દાખલ કરવામાં આવી નહોતી.

- Advertisement -

સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે જણાવ્યું કે એક મિશ્રા નામના વ્યક્તિએ માત્ર રજૂઆત (Representation) કરી હતી. જોકે મીડિયાએ ખોટી રીતે સમાચાર પ્રસારિત કર્યા કે મુખ્ય ન્યાયાધીશે કેસને સૂચિબદ્ધ (List) કરવાની ના પાડી હતી. તેમણે કહ્યું કે કોઈપણ તથ્યોની ચકાસણી કર્યા વિના આવા અહેવાલો પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

CJIએ વધુમાં જણાવ્યું કે જ્યારે તેમણે કોર્ટની રજિસ્ટ્રી (Registry) પાસે તપાસ કરાવી ત્યારે જાણવા મળ્યું કે સવારે 10 વાગ્યા સુધી કેસ સંબંધિત એક પણ દસ્તાવેજ દાખલ કરવામાં આવ્યો નહોતો. તેમણે સ્પષ્ટતા કરી કે જ્યાં સુધી નિયમસર અરજી અને જરૂરી દસ્તાવેજો દાખલ ન થાય ત્યાં સુધી કોઈ કેસને સુનાવણી માટે સૂચિબદ્ધ કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.

તેમણે ભારપૂર્વક કહ્યું કે તેનો અર્થ એવો નથી કે યોગ્ય રીતે દાખલ થયેલી અરજી પર તેઓ સુનાવણી નહીં કરે. તેમના જણાવ્યા મુજબ મીડિયા દ્વારા બિનજવાબદારીપૂર્વક અને બેદરકારીથી ખોટા અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે ગેરસમજ ફેલાઈ હતી.

- Advertisement -

મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે માત્ર એક રજૂઆતને રિટ અરજી (Writ Petition) તરીકે માન્ય ગણી શકાય નહીં. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે કોઈ નિયમસર અરજી દાખલ જ થઈ નથી ત્યારે માત્ર પત્રના આધારે કેસની સુનાવણી કેવી રીતે શરૂ કરી શકાય.

ઉલ્લેખનીય છે કે 22 જુલાઈએ CJPના વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર દિલ્હી પોલીસ (Delhi Police) દ્વારા થયેલી કથિત મારપીટનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ઉઠાવવામાં આવ્યો હતો. વકીલ નરેન્દ્ર મિશ્રા (Narendra Mishra)એ કોર્ટમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરવામાં આવી હતી અને તે અંગે વિડિયો સહિતની સામગ્રી ઉપલબ્ધ છે. તે સમયે CJIએ તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો હતો, પરંતુ કેસ પર સુનાવણી નહીં થાય તેવું તેમણે કહ્યું નહોતું.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular