તેનું નામ પણ ગણેશ છે, મેં તેને આજ સુધી તેનું આખુ નામ અને તે કયાં ગુનામાં સજા કાપી રહ્યો છે તે પુછયુ નથી કારણ મારી નીસ્બત તેના ભુતકાળ સાથે નહીં પણ કઈ રીતે તેનો વર્તમાન અને ભવીષ્ય સારૂ થાય તેની રહી છે. હું પહેલી વખત તેને 2017માં મળ્યો હતો,, અમદાવાદ સેન્ટ્રલ જેલના સુપ્રીટેન્ડન્ટ તરીકે સુનીલ જોષીની નિયુકતી થઈ હતી, હું સુનીલ જોષી સાથે સાબરમતી જેલમાં ગયો ત્યારે તેમણે એક માણસ તરફ ઈશારો કરતા કહ્યુ આ ગણેશ છે, ભગવાન ગણેશની બહુ સુંદર મુર્તિઓ બનાવે છે, મને વિચાર આવ્યો કે ભગવાનને આકાર આપનાર ગણેશના જીવનમાં એવુ તો શુ બન્યુ હશે કે તેનું સરનામુ સાબરમતી જેલ બન્યુ પણ મેં તરત મારા વિચારો ખંખેરી નાખ્યા કારણ મારે તે દિશામાં વિચારવુ જ ન્હોતુ, સુનીલ જોષીએ મને કહ્યુ ગણેશ ઈકો ફ્રેન્ડલી મુર્તિ બનાવે છે,. જો તેને તમારો સહયોગ મળે તો તેનું બહુ મોટુ કામ થશે, ઘણી વખત સામાન્ય માણસની સામાન્ય તકલીફ આપણી માટે બહું સામાન્ય હોય છે, પણ જેઓ તે તકલીફમાંથી પસાર થતાં હોય છે તેમને મન તે સમસ્યા પહાડ સમી હોય છે.
Advertisement
મેં અને નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ નક્કી કર્યુ કે ગણેશના કામની કદર થાય અને તેની આર્થિક સ્થિતિમાં સુધારો થાય તે દિશામાં કામ કરવુ જોઈએ, બસ ત્યારથી અમારી અને ગણેશની સફર શરૂ થઈ છે, જયારે કોઈને ખબર પડે છે અમે જેલના કેદીઓના શિક્ષણ અને પુનસ્થાપન માટે કામ કરીએ છીએ ત્યારે મીશ્ર પ્રત્યાધાત મળે, અનેકોના નાકના ટેરવા ચઢી જાય છે, કેદીઓ માટે કામ કરો છે, કારણ હજી આપણા મનમાં જેલમાં જનાર તમામ મહાગુનેગાર અને પાપી છે તેવો ભાવ છે, વાંક તેમનો પણ નથી, હું પણ વર્ષોથી સુધી આ ભાવ સાથે જીવ્યો, પણ 2017 પછી જયારે મેં આ કામની શરૂઆત કરી ત્યારથી મારી અંદર પણ બદલાવ આવ્યો છે, હું કહુ છુ કે હું કેદીઓના જીવન બદલાય તેના માટે કામ કરૂ છુ, પણ પ્રમાણિકપણે કહુ તો મારૂ જીવન બદલવામાં કેદીઓ દ્વારા ઘણુ કામ થયુ છે, બીજો એક વર્ગ એવો છે કે કેદીઓ સાથે કામ કરો છો તેવુ જાણે ત્યારે તેમનો ચહેરા ઉપર એક ડર અને આશ્ચર્ય છે.
તેઓ તરત સવાલ પુછે કે તમને ડર લાગતો નથી કારણ તેમને મન કેદી એટલે ખુંખાર, લાલ આંખો મોટી દાઢી અને કયારેય કોઈની ઉપર હુમલો કરી બેસે તેવો માણસ, હું તેમને કહુ છુ કે હિન્દી ફિલ્મમાં તમે જોયેલી જેલ અને કેદી તમારી કલ્પના છે, પરંતુ 98 ટકા કેદીઓ તો તમારા અને મારા જેવા સામાન્ય માણસ છે જેઓ પોતાની નબળી ક્ષણને નિયંત્રીત કરી શકયા નહીં અને જીંદગીની પહેલી અને છેલ્લી ભુલ તેમને જેલમા લઈ આવી, આ બધા પૈકીનો એક ગણેશ છે, ગણેશ ઉપર ભગવાન ગણેશની કૃપા છે, તેના હાથમાં કલા અને હુન્નર છે, તે પોતે તો મુર્તિકાર છે, પણ તેણે પોતાની સાથે રહેલા પચાસ કરતા વધુ કેદીઓને મુર્તિ બનાવવાની તાલીમ આપી છે, તે પૈકી ઘણા કેદીઓ પોતાની સજા પુરી છુટી ગયા અને તેઓ પણ ગણેશની જેમ મુર્તિઓ બનાવી પોતાનું ગુજરાન ચલાવે છે, ગણેશ પ્રકૃત્તીને પ્રેમ કરે છે અને તેનું રક્ષણ કરવાની જવાબદારી તેણે ઉપાડી છે એટલે જ તો માટીનું જ મુર્તિ બનાવે છે, તેના કામની ગુજરાત સરકારે કદર કરી છે, સરકાર પણ તેને આ કામમાં સહયોગ આપવા આર્થિક સહાય કરે છે.
આપણે બધા જ સામાન્ય માણસ છીએ,આપણી પણ આર્થિક મર્યાદાઓ છે, છતાં આપણી પાસે કયા કઈ છે તેવો ભાવને મેં વર્ષો પહેલા તીલાંજલી આપી, હું ઈશ્વરને કાયમ પ્રાર્થના કરૂ છુ કે મને પુષ્કળ આપ અને તેની સાથે બીજાને આપવાનું મન પણ આપ અને ઈશ્વર મારી પ્રાર્થના સાંભળે છે, આપણી રામસુતે બનાવતા ભગવાન રામની ખીસકોલી થવાનું છે, આપણાથી બનતી નાની મદદ આપવા તત્પર રહેવાનું છે, ગણેશ માટીની મુર્તિ બનાવે છે અને તેની મુર્તિનું વેચાણ થાય તેમાં અમે સહયોગ આપી છીએ, અમદાવાદથી ચાલીસ કિલોમીટર પ્રસિધ્ધ ગણેશ મંદિર આવેલુ છેુ, ગણેશ મંદિરના ટ્રસ્ટી નરેન્દ્ર પુરોહીતે થોડા દિવસ પહેલા મારો સંપર્ક કર્યો, તેમને જેલમાં મુર્તિ બનાવતા ગણેશ અંગે જાણકારી મળી નરેન્દ્ર પુરોહીતે ગણેશની મુર્તિઓ ખરીદી લોકોને આપવાનો નિર્ણય કર્યો છે, તેમનો એક નાનકડો પ્રયાસ ગણેશના બદલતા જીવનને વેગ આપવા ઘણો સહાયભુત થશે, બસ પ્રાર્થના એટલી જ છે જેલમાં રહેલા અનેક ગણેશોને જીવનની નવી દિશા આપવા આપણને ઘણા નરેન્દ્રની જરૂર પડવાની છે ત્યારે ઈશ્નર નરેન્દ્ર પુરા પાડે.
Advertisement