Friday, July 24, 2026
HomeGujaratAhmedabad'100 વર્ષનો થજે'- વિરમગામની વડીલ માતાઓએ કેમ આ પોલીસવાળાઓને આપ્યા આશીર્વાદ- Video

‘100 વર્ષનો થજે’- વિરમગામની વડીલ માતાઓએ કેમ આ પોલીસવાળાઓને આપ્યા આશીર્વાદ- Video

- Advertisement -

Heavy rain in Ahmedabad: અમદાવાદમાં છેલ્લા ઘણા કલાકોથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. દરમિયાનમાં જ એક વ્યક્તિનું પડી જવાથી મૃત્યુ થયું હતું. તેવી ઘણી ઘટનાઓ છે જેમાં વરસાદના પાણીને કારણે લોકો પરેશાન થયા છે, દુઃખી થયા છે. પણ આ બધી તકલીફો વચ્ચે લોકોની પડખે ઊભા રહીને લોકોની મદદ કરવા માટે અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસ ખડે પગે જોવા મળી હતી.

https://www.youtube.com/shorts/ixsa5D-KiZU

અમદાવાદ શહેરમાં પણ ગઈકાલે પોલીસ દ્વારા ધોધમાર વરસાદ વચ્ચે લોકો ટ્રાફીકમાં ના ફસાય અથવા ફસાયા હોય તો તેમને મદદ કરી શકાય તે માટે જે થઈ શકતું હતું તે કરતા જોવામાં આવ્યા હતા. આવી જ રીતે અમદાવાદ ગ્રામ્ય પોલીસે પણ કામગીરી કરી છે. હાલમા એક વીડિયો સામે આવ્યો છે. જેમાં વિરમગામ પોલીસના જવાનો દ્વારા કેટલાક વૃદ્ધ વડીલોની મદદ કરવામાં આવી હતી.

- Advertisement -

તેઓ વરસાદી પાણીમાંથી રસ્તો શોધવાની મથામણમાં હતા ત્યારે પોલીસ જવાનો ત્યાં ટ્રેક્ટરની મદદથી આવી પહોંચ્યા અને તેમને સલામત સ્થળે પહોંચાડ્યા હતા. જે સમયે આ વડીલ માતાએ પોલીસવાળાઓના માથા પર હાથ મુકી તેમને 100 વર્ષ જીવતા રહેવાના આશીર્વાદ આપ્યા હતા. આ ક્ષણ તે તમામ માટે એક હાંશકારો હતી, એવો હાંશકારો જે આખા દિવસની મહેનતના થાકને ક્ષણમાં ઉતારી દે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular