Tuesday, July 14, 2026
HomeBusinessAI એ બુલિયન ટ્રેડીંગ પ્લેટફોર્મમાં પ્રવેશ સાથે જ નવા પરિણામો સ્થાપિત કર્યા

AI એ બુલિયન ટ્રેડીંગ પ્લેટફોર્મમાં પ્રવેશ સાથે જ નવા પરિણામો સ્થાપિત કર્યા

- Advertisement -
  • એઆઇ યુગમાં પણ બજારમાં પ્રવર્તી અંધાધુંધી: સોના, ચાંદી, ક્રુડ ઓઈલ જેવી કોમોડીટીમાં અફડાતફડી
  • એઆઇ બજારનો આંતરપ્રવાહ ભાવની વધઘટ જોયા બાદ વ્યુહાત્મક નિર્ણય લેવામાં આગવી સુજબુજ દાખવે છે
  • એઆઇ યંત્રણા તેને અગાઉથી મળેલા વેપારી આદેશોને અમલમાં મુકવાની આગવી ભૂમિકા નિભાવે છે

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): બદલાઈ રહેલા જાગતિક ફાયનાન્સીયલ વેપારમાં સોના અને ચાંદી રોકાણકારોની એકધારી રોકાણ પસંદગી જળવાઈ રહી છે. અલબત્ત, આધુનિક ટેક્નોલોજી ખાસ કરીને, આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સ (AI)એ સોના-ચાંદી પ્રત્યેનો રોકાણકારોનો લગાવ વ્યાપક રીતે પરિવર્તન પામ્યો છે. બુલિયન વેપાર પ્લેટફોર્મ પણ આધુનિક બન્યા છે. જે વેપારને નવા આયામો અને આધુનિક ઓટોમેશનના સ્તરે લઇ ગયા છે. તમામ કોમોડીટી અને નાણા બજારોએ આવી નવી ટેકનોલોજી અપનાવવામાં આગેવાની લીધી છે. તેથીજ એઆઈએ બુલિયન બજાર ટ્રેડીંગ પ્લેટફોર્મનાં પ્રવેશ સાથે જ નવા પરિણામો સ્થાપિત કરી દીધા છે. એઆઇ ટેકનોલોજીએ મશીનને સમજવામાં, આંકડાઓનું પૃથ્થકરણ કરવામાં, તેમજ વેપારીઓને ઝડપથી અને સટીક રીતે ડેટા પ્રોસેસ કરવામાં અનુકુળતા કરી આપી છે. આવા મશીનો બજારનો આંતરપ્રવાહ અને ભાવની વધઘટ અને ત્યાર બાદ વ્યુહાત્મક નિર્ણય લેવામાં આગવી સુજબુજ પણ દાખવે છે.

ઉર્જાવાન એઆઇ યંત્રણા તેને અગાઉથી મળેલા વેપારી આદેશોને અમલમાં મુકવાની આગવી ભૂમિકા નિભાવે છે. આમ તે માનવીય ભાવનાત્મક ભૂલોને તુરંત પકડી પાડીને સલામત નિર્ણયો લે છે. પરિણામે અગાઉ વેપારમાં જે અસામાન્ય ભૂલો થતી હતી તે નિવારીને નવા નવા અને સ્પષ્ટ સોદા કરવામાં સક્ષમ થઇ ગયો છે. બજારમાં ઉપલબ્ધ વ્યાપક ડેટા અને તેને પ્રોસેસ કરવાની ક્ષમતાએ વેપારીની સોદા કરવાની ઊંડાણભરી આવડત વિકસાવી છે. વધુમાં બજારના વર્તમાન આંતરપ્રવાહ, ભાવ અને અન્ય ઐતિહાસિક આંકડાની ચાલને અલ્ગોરીધામિક (આંકડા પૃથકરણ) કરીને ભાવની સ્પષ્ટ આગાહી કરવામાં એઆઇ મશીન ખુબજ સાવધ રહે છે. આની સાથે જ વેપારી તેનું જોખમ ઘટાડીને, મહત્તમ વળતર પામવાનો આગ્રહી બની જાય છે. સોના ચાંદીના વેપારમાં આવા બુદ્ધિચાતુર્યવાળા એઆઈ ટ્રેડીંગનાં લાભો પણ ઘણાજ છે.

- Advertisement -

મધ્યપૂરમાં યુદ્ધનું તાપણું ફરી તપતા બદલાયેલા રાજકીય વાતાવરણમાં વિશ્વિક ફાયનાન્સીયલ માર્કેટને હચમચાવી મૂકી છે. બીએસઈ શેર ઇન્ડેક્સ પહેલા અનાપસનાપ તુટ્યો, પછી વધ્યો. સોના, ચાંદી, ક્રુડ ઓઈલ જેવી કોમોડીટીમાં પણ અફડાતફડી જોવાઈ. એઆઇ યુગમાં પણ બજારમાં અંધાધુંધી પ્રવર્તી રહી છે. વૈશ્વિક વેપાર કેન્દ્ર અને સોના ચાંદીના વેપારના મુખ્ય સંચાલક લંડનમાં ગુરુવારે સોનાના ભાવ, બુધવારના ૭ મહિનાના તળિયે ૪૦૩૩ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ)થી ૧.૮ ટકા વધીને ૪૧૩૫ ડોલર પ્રતિ ઔંસ મુકાયા. જાન્યુઆરી અંતે સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ ૫૪૩૧.૬૦ ડોલર મુકાયા હતા તે હાલ ૮.૭૭ ટકાનો ઘટાડો દાખવે છે. ચાંદી ૧૮ જાન્યુઆરીની વિક્રમ ઉંચાઈએ ૧૨૧.૬૭ ડોલરથી અત્યારે ૫૦ ટકા કરતા વધુ નીચા, શુક્રવારે ૬૦ ડોલર મુકાયા હતા. જે બુધવારે એક તબક્કે ૫૭.૩૩ ડોલર હતા. ૨૧ જુને ૫૫.૬૦ ડોલરની નવી અપર લો બનાવી હતી.

એઆઇ સોદા કેમ થાય, તે પણ સમજવા જેવું છે. તમે એક વખત તમારો વ્યૂહ નિર્ધારિત કરી લો અને એઆઇ બુટ (મશીન)ને ખરીદ કે વેચાણનો કોન્ટ્રેક્ટ આપો કે તુરંત એઆઇ બુટ આપોઆપ બજારનું પૃથકરણ કરીને તમારો સોદો નિર્ધારિત કરી નાખશે. એઆઇ ઉપયોગ કર્તા ગ્મ્મે ત્યારે તેના વેપારનું ઐતિહાસિક અવલોકન પણ કરી શકે છે. વળી એઆઈ સીસ્ટમ આપોઆપ અને સતત બજારમાં આવતા બદલાવને ધ્યાને લઈને તમારા સોદામાં આવતી વળતરદાયી કોઈ પણ તક જતું કરતુ નથી. બજારમાં આવતા ઉતાર-ચઢાવ વખતે તમારે વારંવાર જોવું પડતું નથી. એઆઇ સીસ્ટમ બજારની વર્તમાન સ્થિતિ અને આંતરપ્રવાહની સટીકતાથી ગણતરી કરીને તમારો સોદો ગોઠવી નાખે છે. અસંખ્ય વેપાર વ્યુહરચનાઓનો ઉપયોગ કરીને, એઆઈ રોકાણકારની જુદાજુદા તબક્કે વ્યુહાત્મક આવશ્યકતાઓને આપોઆપ પહોચી વળે છે.

(અસ્વીકાર સૂચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular