Wednesday, April 22, 2026
HomeGujaratAhmedabadગુજરાતમાં મેઘરાજાનું તાંડવ, જાણો ક્યાં નોંધાયો કેટલો વરસાદ

ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ, જાણો ક્યાં નોંધાયો કેટલો વરસાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Gujarat rain Update: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાં અનરાધાર વરસાદથી નદીઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતનાં ડેમ ઓવરફ્લો થયા છે. અત્યાર સુધીની વાત કરીએ તો ગુજરાતના 175 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત બન્યું છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી છે. જેના કારણે રસ્તાઓ નદીમાં ગરકાવ થયા છે. 43 તાલુકામાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ 48 કલાક ભારે વરસાદી આગાહી કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોને વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ડાંગ, નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આ વિસ્તારોમાં રહેતા લોકો માટે આગામી 48 ખૂબ ભારે માનવામાં આવી રહ્યા છે.

હવામાન વિભાગે તાજેતરમાં જાહેર કરેલા આકડાં મુજબ, સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના ધરમપુરમાં 7 ઈંચ નોંધાયો છે. જ્યારે ભરૂચ અને અંકેલશ્વર 5 ઇંચ વરસાદ, વિસાવદર 6.5 ઈંચ, ભેંસાણમાં 6 ઈંચ, વલસાડ, પારડી અને ધારીમાં 6 ઈંચ વરસાદ, ચીખલી અને નવસારીમાં 4 ઈંચ વરસાદ, વાપી અને કાપરાડામાં 4.5 ઈંચ વરસાદ, વલભીપુર અને ચીખલીમાં 4 ઈંચ તેમજ ગુજરાતના 43 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

- Advertisement -

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તેમજ અવિરત વરસાદથી ગામોમાં કેડસમુ પાણી ભરાયું છે. અમરેલીના હિંડરોણા ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ધરવખરીના સમાનને ભારે નુકશાન પહોંચ્યું છે. ભારે વરસાદના કારણે ગીરસોમનાથ શિંગોડા ડેમ ઓવરફ્લો થયો છે. જેના કારણે પાણી નદીમાં છોડાતા નદી બે કાંઠે વહી રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપોરજોય વાવાઝોડા બાદ અનરાધાર ધોધમાર વરસાદથી લોકોની સ્થિતિ પડ્યા પર પાટુ માર્યા જેવી સ્થીતી સર્જાઈ છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular