Tuesday, March 17, 2026
HomeGujaratબનાસકાંઠા હાઇવે પર આબુથી પરત આવતા 4 યુવકો અકસ્માત થતાં મોતને ભેટ્યા

બનાસકાંઠા હાઇવે પર આબુથી પરત આવતા 4 યુવકો અકસ્માત થતાં મોતને ભેટ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાઠાં: Banaskantha Accident: ચોમાસાની સિઝનની શરૂઆત થતા ગુજરાતના રસ્તાઓની સ્થિતિ દયનીય બની જાય છે. ગુજરાતનાં કોઈ પણ હાઈવે ખાડાથી ભરપુર છે. જેના કારણે વાહન ચાલકોને અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન અકસ્માતથી મૃત્યુ થઈ રહ્યા હોવાની ધટના સતત વધી રહી છે. આવી જ એક ધટના બનાસકાઠાથી (Banaskantha) સામે આવી છે. અમિરગઢ તાલુકાના શેખલા ગામ નજીક હાઈવે પર એક ટ્રકે ઈકો કારને જોરથી ટક્કર મારતા આબુ (mount abu) ફરવા જઈ રહેલા ચાર યુવકોમાથી બે યુવકોના ધટના સ્થળે અને અન્ય બે યુવકોના પાલનપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા.

મળતી વિગતો મુજબ, અમદાવાદથી આબુરોડ જતાં હાઇવેની વરસાદના કારણે ક્ષતીગ્રસ્ત હાલાત છે. જેથી તેનું સમારકામનું ચાલુ હોવાથી પાલનપુરથી આબુરોડ હાઇવે એક તરફ બંધ કરી ચિત્રાસણીથી ડાયવર્ઝન અપાયું છે. અત્યારે આછો ટ્રાફિક ઉભો થાય તેથી આબુરોડથી ચિત્રાસણી-પાલનપુર હાઇવે ચાલુ છે. ગઈકાલે સવારે પાલનપુરના આસપાસના ચાર યુવકો ઈકો કાર લઈ ફરવા માઉન્ટ આબુથી પરત આવી રહ્યા હતા. તે દરમિયાન બનાસકાંઠાના અમીરગઢના ચેખલા ખાતે મોડી રાત્રે ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર મિત્રો મોતને ભેટ્યા હતા.

- Advertisement -

કારમા સવાર ચાર યુવકોમાંથી બે યુવકોના ધટના સ્થળે જ મૃત્યુ થતાં હતા અને બે યુવકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થતા સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અકસ્માતની ઘટના બનતા પોલીસ સ્થળે પહોંચી રોડ પર ઉભા થયેલા ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. આ મામલે અમીરગઢ પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં તારીખ, રીઝવાન, ઇશાક અને સોયેબના મૃત્યુ થયા હતા.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular