Saturday, May 23, 2026
HomeGujaratAhmedabadતિસ્તા સેતલવાડને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ફટકો, રેગ્યુલર જામીન અરજી આકરા વલણ સાથે...

તિસ્તા સેતલવાડને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ફટકો, રેગ્યુલર જામીન અરજી આકરા વલણ સાથે ફગાવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડની (Teesta Setalvad) મુશ્કેલીઓ વધી છે, કારણ કે અમદાવાદ સેન્શન કોર્ટ બાદ હવે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) પણ તિસ્તા સેતલવાડની જામીન અરજી આકરા વલણ સાથે ફગાવી દીધી છે. 2002માં ગોધરા રમખાણ કેસમાં (2002 Godhra Riots Case) તિસ્તા સામે પુરાવા સાથે છેડાછાડ કરવા અને સાક્ષીઓને ટ્રેનિંગ આપવા સહિતના આક્ષેપ લાગ્યા હતા. ત્યારે આજે ગુજરાતમાં હાઈકોર્ટમાં તીસ્તા સેતલવાડે કરેલી જામીન અરજી પર હાઈકોર્ટે સુનાવણી કરતા અરજી ફગાવી છે.

તિસ્તા સેતલવાડ સામે 2002માં કોમી રમખાણા દરમિયાન જે તે સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનને બદનામ કરવાના આરોપ છે. જે કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તિસ્તા સેતલવાડની ધરપકડ કરી હતી. સપ્ટેમ્બર 2022માં તીસ્તા સેતલવાડે ધરપકડ બાદ સુપ્રિમ કોર્ટેમાં જામીન માટે અરજી કરી હતી. જે અરજી સુપ્રિમ કોર્ટે ગ્રાહ્ય રાખી જેલ મુક્ત કર્યા હતા. તિસ્તાએ પોતાના અંગત સ્વાર્થ માટે સાક્ષીઓનો ખોટો ઉપયોગ કરી ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી અને ગુજરાતને બદનામ કરવાના કાવતરાના ભાગરૂપે ષડયંત્ર રચ્યું હતું તેવા તેમની સામે આક્ષેપ છે. તાજેતરમાં જ સુપ્રિમ કોર્ટે 2002ના કોમી રમખાણાં કેસમાં તે સમયના મુખ્યમંત્રીને કલીનચિટ આપી હતી.

- Advertisement -

તિસ્તા સેતલવાડની 2002 કોમી રમખાણા કેસમાં સપ્ટેમ્બર 2022માં સુપ્રિમ કોર્ટે જામીન પર સુનાવણી કરતા તેમને સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી જામીન પર મુક્ત કર્યા હતા અને રેગ્યુલર જામીન અંગે સુનાવણી ગુજરાત હાઈકોર્ટ પર છોડી હતી. જે બાદ તિસ્તા સેતલવાડે ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન માટે કરેલી અરજી પર આજે હાઈકોર્ટના જસ્ટિસ નિર્જર દેસાઈએ સુનાવણી કરતા રેગ્યુલર જામીન ફગાવી દીધી છે. જેના કારણે તિસ્તા સેતલવાડની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular